________________
740
રૂપવિજયજી કૃત ત્રિલોક્યસુંદરી વદતી નૃપને, “અહો તાતજી! તુમ આણ; હોય તો જાઉ ઉજેણીઈ, કરવા કાર્ય પ્રમાણ. પ સલુણો. [૪૮૫] કારય સિધ્ધ હાસ્ય મુઝ, જવ હી નિપજ્યા વિણ ન કહાય; સર્વથા સોહન પામીઈ, કામ નિપને સોભા થાય.' ૬ સલુણો. [૪૮૬]. હે પુત્રી! મુઝ વંશની લજ્જા, વાધે તિમ નિજ ગે; કુલમાં કલંક લાગે નહિ, તિમ કરજે સુતા! સસનેહ.' ૭ સલુણો[૪૮૭]. પુત્રીને હર્ષ ધરીને, ભૂપે શિક્ષા દીધી તાશ; બહુ સેનાઈ સિંહ સામંતને, વોલાવવા તસ પાસિ. ૮ સલુણો [૪૮૮]. ત્રિલોક્યસુંદરી વેશ પુરુષનો, અવલ રચ્યો અદભૂત; અખંડ પ્રમાણે ચાલતી, ઉજેણી નગરી પહૂત. ૯ સલુણો [૪૮૯] વેરીસીંહ ભૂપતિ નિશુણી, જનના મુખથી વાત; ચંપાનયરીથી આવીઓ, સૂરસુંદર નૃપનો જાત.” ૧૦ સલુણો [૪૯] સન્મુખ આવી સન્માન દીધો, પૂછે કુશલ કલ્યાણ; પ્રવેશ કરાવી તેડી લાવ્યા, નિજ-મંદિરમે ઠાણ. ૧૧ સલુણો. [૪૯૧] પૂછે સમાગમ આવાગમણનો, ઉજેણીનો ભૂપ; તવ કુમરી દાખે નિજ મુખથી, ‘નયરી એ અનૂપ. ૧૨ સલુણો [૪૯૨] આશ્ચર્યે સંપૂરણ ભરિ છે, માલવ કેસનો મુખ્ય; કતુહલ જોવા કારણે, અમે આવ્યા ઉત્કર્ષે. ૧૩ સલુણો [૪૯૩] ચોવીસમી ઢાલે શુંદર કુમરી, પામી પૂરસનો વેશ; રુપ વિજે મનગમતી વાસ આગલી વાત વિસેસ. ૧૪ સલુણો [૪૯૪]
૧. થયા પછી. ૨. ઉત્તમ. ૩. પુત્ર. ૪. કહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org