________________
મંગલકલશ રાસ
739
દૂહીઃ
સામંતની પ્રાર્થના થકી, તેડાવી તે બાલ; રાજ્ઞાની આણા લહી, સુંદરીઈ તતકાલ.
૧ [૪૭૬] આવીને ઉભી રહી, કર જોડી પ્રણામ; કરી પિતાને આગલે, કેહતિ હવે સિરનામ.
૨ [૪૭૭] કરો કૃતારથ મુઝ પિતા!, જાચુ છઉં તુમ પાશ; વેશ પુરુષનો અભિનવો, આપો મુઝને ઉલ્લાશ.” ૩ [૪૭૮] તદા ફિરી ભૂપતિ વદે, “અહો! સિંહ સામંતી; એ કુમરી અયુક્ત શું, કિમ ભાખે છે તંત?.
૪ [૪૭૯] સિંહ કહે “હે પ્રથવીપતિ!, એક વચન છે યુક્ત; કારણે સ્ત્રિને પુરુષવેષ, લેવો શાસ્ત્ર ઉક્ત.'
૫ [૪૮] ઢાલ - ૨૪, સલુણી યોગિણ એ છે- એ દેશી.
નિત્ય શાસ્ત્રમાં એહવું ભાડું, અવશ્યકારજ ગુરુ હોય; ભૂપતિના ગૃહને વિશે, તે પુત્રિ વિણ નહિ હોય. ૧ [૪૮૧]. સલુણો સુણજ્યો કુમરી ચરીત્ર. આંકણી. નિપજતુ નવિ હોવે, નૃપથી રાજ્યશુતાને વેશ; પુષતણો દેવો સહી, સંદેહ નહી લવલેશ.” ૨ સલુણો[૪૨] સામંતની અનુમતિ પુરુષનો, આપ્યો વેશ કુમારિ; આજ્ઞા સિંહને પુત્રીનું, રખોપું કરવા સારિ. ૩ સલુણો. [૪૮] સેના સહિત દીધો સંઘાતિ, સામંતને શશમાજ; માત-પિતાએ હર્ષર્, નિજ પુત્રીને કરી સાજ. ૪ સલુણો [૪૮૪]
૧. નિતિ. ૨. સમજ આપવા પૂર્વક= ભલામણ કરવા પૂર્વક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org