SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ 738 ૫ [૪૬૬] હીત-વચને આલાપવું રે રાજનજી, દૂર રહ્યો તે આજ શુણો; દેવું સન્માન તુમ ઘટે રે રાજનજી, કરુણા કરી મહારાજ! શુણો. પુત્રી વચન કહે તુમ ભણી રે રાજનજી, સાંભલો કરી પ્રસાદ શુણો; ચિત્તની વાર્તા એક છે રે રાજનજી, હૃદય થઈ ‘અલ્હાદ’ શુણો. ૬ [૪૬] નૃપ કહે ‘સિંહ! નિપુણ થઇ રે રાજનજી, યુક્ત વચન મ ભાખ શુણો; એ પુત્રીઈ ભવંતરે રે રાજનજી, કૂડી ભરી હોસ્થે સાખ શુણો. ૭ [૪૬૮] પરના અવર્ણવાદ બોલિયા રે રાજનજી, પૈશુન જુઠા કલંક શુણો; દિધા હુસ્સે પરને ભણી રે રાજનજી, તેહથી એ પામી કલંક શુણો. ૮ [૪૬૯] તરુણપણે દુખ વેદીયા રે રાજનજી, મુઝને થઇ અનિષ્ટ શુણો; જન દેખસ્સે તેહવું કહે રે રાજનજી, એમ જાણે સવી શ્રેષ્ટ' શુણો. ૯ [૪૭૦] * રૂપવિજયજી કૃત ‘શુણો ભૂપતિ! તુમ નહી ઘટે રે રાજનજી, કરતાં રોસ અગાધ શુણો; પુત્રીના વચન શુણી કરી રે રાજનજી, જેહવો હોએ અપરાધ શુણો. ૧૦ [૪૭૧] એક વચને દુખ પામીઇ રે રાજનજી, એક વચને શુખ થાય શુણો; તક્રમાહિ સરવરસ ભલે રે રાજનજી, પયમાં મિશ્રી ભેલાય શુણો. ૧૧ [૪૭૨] દેવાત ન હોએ વાતમે રે રાજનજી, ધરજ્યો દેઈ કાન શુણો; ઉચ્ચિત કરવૂ હૂંવે રે રાજનજી, દેજ્યો માન અપમાન શુણો.. તે માટે આજ પુત્રીકાને રાજનજી, કેહવું હોય તે કેય શુણો; ક્રોધ ન કરવો તે પ્રતે રે રાજનજી, કરતાં અપજસ લેઇ’ શુણો. જારે સામંત તે પ્રાર્થના રે રાજનજી, કીધી મનને કોડિ શુણો; ત્રેવીસમી ઢાલ સુંદરુ રે રાજનજી, રુપ કહે કર જોડિ શુણો. ૧. આહ્લાદ. ૨. સબરસ, મીઠું. ૩. દૂધમાં, ૪, ખાંડ, ૫, ભાગ્યયોગ(?), ૬. જ્યારે, Jain Education International For Personal & Private Use Only ૧૨ [૪૭૩] ૧૩ [૪૭૪] ૧૪ [૪૭૫] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy