________________
732
રૂપવિજયજી કૃતા
હર્ષ હૃદયમાં આણીને રે, કાજ કરે નર જે; ચિંતવે અન્ય તે અન્ય હૂવે રે, બોલ ન ફાવે તેહ. ૬ લેખ. [૪૭]. વિધાતા વરણી થઈ રે, કર્યું હતું સુખ ભોગ; ઉવેખીને તેહ હર્ષને રે, વિરુઉ કર્યું વિયોગ. ૭ લેખ૦ [૪૦૮] કહીઈ કેહને જાયને રે, જિમ તસ્કરની માત; કોઠી મે મુખ ઘાલીને રે, કરે તે રુદનપાત.” ૮ લેખ. [૪૦] કહો મંત્રી! તુમ દુખનો રે, કારણ દાખો મોહિ; સંવિભાગ છે મારો રે, સ્યો કરવો અંદોહ?.” ૯ લેખ. [૪૧૦] દીર્ઘ નિસાસ મુકી કરી રે, કહે મંત્રી “શુણો રાય; બે મુખે ન શકુ કહી રે, 'અણસદ્ધહવા થાય. ૧૦ લેખ. [૪૧૧] દુખ પડે જે નર મસ્તકે રે, ખમી રહે છે આપ; જે જેવી કરણી કરે રે, કુણ બેટો? કુણ બાપ? ૧૧ લેખ [૧૨] પણિ તુમે ચરણ પસાયથી રે, શુતને કુમરી દીધ; પરણી ગૃહ આવ્યા પછી રે, વાત થઈ છે વિધ. ૧૨ લેખ૦ [૧૩]. જેહવો માહરા પુત્રને રે, દિઠો હતો તુમે નાથી; તેવો સ્વામી! હમણાં નથી રે, કોષ્ટ વ્યાધિ એ અનાથ. ૧૩ લેખ૦ [૧૪] અંગોપાંગ સર્વે યાં રે, દિઠો બચાવે દાય; વેદન સહે મુઝ પુત્રીજી રે, મ્યું હવે? સી ગતિ થાય?” ૧૪ લેખ૦ [૧૫] સાંભલી નૃપ મન દાધીક રે, હૃદયમાં જલતો એમ; “સહી એ થયો મંત્રીપુત્રને રે, મુઝ સુતાથી કુષ્ટ તેમ. ૧૫ લેખ. [૪૧૬] ઈમ વિચારણાઈ ભૂપતિ રે, પડ્યો સોચના કૂપ;
ઢાલ વીસમી વર્ણવી રે, ૫ કહે અનુપ. ૧૬ લેખ. [૪૧૭]. ૧. ટો૦ સરખા કહેવત- એરો. મો. કેમ કે હાલો રે. ૨. સરખો ભાગ. ૩. ચિતા, ફિકર. ૪. અશ્રધ્ધા. ૫. ન આવે. ૬. પસંદ, ઇષ્ટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org