________________
મંગલકલશ રાસ
દૃષ્ટાઃ
યામની-વાત સચિવને, કુષ્ટીઇ સુણાવિ તેહ; રાજ્યકન્યાની તદા, જે ગઇ પિતાને ગેહ.
તે નિશુણીને ચમકિઓ, ‘પાણી પેહલા પાજ; પ્રથમ થકી જવ બાંધીઇ, તો આવે સવિ કાજ.
આકુલ થઇ જેહ નર, તતક્ષિણ પીવે નીર; પછે જઇ ગૃહ પૂછવો, ઉખાણો એહ ધીર.
તે માટે ભૂપતિ કને, જઇ જણાવ્ વાતિ; રાજ્યશ્રુતાને કુષ્ટનો, દિઉં કલંક વ્યાઘાત,
ઇમ ચિંતવી મંત્રીશરે, વૃથા કેલવિ એક બુધ્ધિ; જાતો ઉદાસિ થકો, વદન સ્યાંમથી મુધ્ધ.
ઢાલઃ- ૨૦, કામણગારો એ કૂકડો રે – એ દેશી.
રાજ કૂવારિ જઇ નૃપને રે, મંત્રીઈ કીધ પ્રણામ; બેઠો મ્લાન થઇ વદનથી રે, મુંગગતિ પરે તામ.
લેખ લિખ્યા તે લાભીઇએ રે, એ ન થાઇ મીન ને મેખ; સાયર જલ ઘટ માત્રથિ રે, નવું ટલે તિલ રેખ.
પૂછે રાજન મંત્રિને રે, ‘હર્ષને ઠામે સોક; કિમ કરો છો તુમે એવડો રે?, કહતાં નથી સું મોક?.’ દીન વયણે મંત્રિ ભાખતો રે, ‘નિશુણો અહો મહારાજ!; વિચિત્ર ગતિ કહી કર્મની રે, પ્રાણીને જિનરાજ.
મંદ ભાગ્યના વસ્ય થકી રે, વીપરીત થઇ છે વાત; અમને તે પ્રતિ સાંભલો રે, તેનો દાખુ અવદાત.
૧. મૂર્ખ. ૨. મૂંગા વ્યક્તિની જેમ. ૩. વધારો-ઘટાડો, ફેરફાર.
Jain Education International
For Personal & Private Use Only
૧ [૩૯૭]
૨ [૩૯૮]
૩ [૩૯૯]
૪ [૪૦૦]
૫ [૪૦૧]
૧ [૪૦૨]
૨ લેખ [૪૦૩]
૩ લેખ૦ [૪૦૪]
૪ લેખ૦ [૪૦૫]
૫ લેખ [૪૦૬]
731
www.jainelibrary.org