________________
730
રૂપવિજયજી કૃત “કુણ એ મૂઢ ગમાર રે?, કોષ્ટરોગે કરી વિણસી દીસે છે દેહડી એ; આવ્યો એ મૂઝ પાશ રે, કરી નિજ ગેડની પણ એમને નહી લાજડી” એ.૪ [૩૮૬] સુંદરી વિચારે ચીત્ત રે, તેહવે કૂમરીનો અંગસ્પર્શ કરવા ભણી એ; થયો ઉજમાલ અતીવ રે, સંજોગ કારણે મુખથી સોભા અતિઘણી એ. ૫ [૩૮]. પભણે કુમરી તામ રે, “અહો! કુદી પે મુઝ પાશે કિમ આવી? એ; શય્યા ઉપર બેઠ રે, સ્પર્શનિ તું કરે મુઝ પતી હજી નાવીક એ. ૬ [૩૮૮] જા પરહો તુ ઉઠ રે, મુઝ શિય્યાથકી કુણી સંગ હું ન કરું એ; તોડી ન ઉઠ્યો કુષ્ટી રે, “નિજ પત્ની કરી જાણે જિમ-તિમ હું વરુ એ. ૭ [૩૮] કુમરી “દાધી તેહરે, ચિંતે મન થકી નિલજ્જ એ ઉક્યો નહી એ; નિકસી કુમરી તામ રે, શય્યા મૂકિને ગૃહબાહિર આવી વહી એ. ૮ [૩૯] ચિંતાતુર થઈ દેખ રે, દાસીઈ પૂછી “કહો સ્વામિની! કિમ એવડા એ; “આમણ-દૂમણા આજ રે, દિસો છો તમે? શુખ-દુખ તુમને કેવડા?” એ. ૯ [૩૯૧] ત્રિલોક્યસુંદરી ત્યાંહિ રે, સખીય વચન શુણી દીનવચને કરી ભાખતી એ; દેવ પી મુઝ નાહરે, મુકી કીહાં ગયો?” પાલવ ગ્રહીને રાખતી એ.૧૦ [૩૯૨]
છલ કરી તેહરે, દેહચિંતા ભણી જાતો રહ્યો મુઝ મનવસી” એ; દાસી કહે “શુણ બાઈ! રે, હમણા તુમ પ્રી પેઠો ગૃહમાં ધસમસી એ.૧૧ [૩૩] ‘નિશ્ચય નહી તે એહરે, સૂણો શખીઓ! તુમે મુઝ વાલિમ પ્રાણેસરુએ; ઈ તો કોઈક અન્ય રે, દીસે છે કોઢિઓ કુપે કુસુંદર છે. ૧૨ [૩૯૪] તેહ ચિંતા મુઝ આજ રે, સખીઓ! મુઝ ભણી” ઇમ કહિ યામની તિહાં રહી એ; ત્રિલોક્યસુંદરી નારિ રે, રાત્રિ ગમાડીને પ્રાતકાલે જાગૃત થઈ એ. ૧૩ [૩૯૫] ઉઠી રાજ્યકુમારિ રે, મંત્રીગૃહ થકી પીતગૃહે આવે ગહગહી એ; પભણી ઢાલ રસાલ રે, ઉગણીસમી ભલી સ્પવિજે સુંદર કહી એ. ૧૪ [૩૯૬]
૧. બળી. ૨. નિરાશ- ઉદાસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org