________________
મંગલકલશ રાસ
725
એ મોદક ભુક્ત ઉપરિ, છે ઉજ્જૈણી નગરીકે પાસ વાલમ0; ક્ષીપ્રા તટની તેહનું હોવે, ઉદક ભાંજે પ્યાશ વાલમરુ. વનિતા. [૩૪] તૃપ્ત પામે ચીતડો સદા, એ મોદક ઉપરે નીર’ વાલમ; વાલમ વચન શુણી કરી, ચિત્તે કુમરી હુઈ દિલગીર વાલમ0. ૭ વનિતા. [૩૪૫] “અહો! આશ્ચર્ય વચન કહ્યા, અઘટતા કિમ ખમાય? વાલમ; વ્યાકુલ થઈ દાખે ઇસ્યું, ઈમ કિમ ભાખે છે રાય?' વાલમ૦. ૮ વનિતા. [૩૪૬] કુમરી ચિત્તે મનથકી, “મુઝ પ્રીઉનું અવંતિમાહિ વાલમ0; પીહરીઉં હસ્ય માતનું, એનો મોસાળ પક્ષે કહેવાય વાલમ૦. ૯ વનિતા. [૩૪૭]. પૂરવે દીઠા ભણી વર્ણવે, ઉજેણી નગરીનો નીર વાલમ; સસ્પતા દાખે અછે, મુઝ વાલમ ગયો હસ્ય ધીર વાલમ ૧૦ વનિતા. [૩૪૮] પ્રીલ મુખ શુધ્ધ કરવા ભણી, નિજ હસ્તે દીઈ તંબોલ વાલમ; પાન-બીડી મુખમે હવે, એમ દંપતિ કરે કલ્લોલ વાલમ૦. ૧૧ વનિતા. [૩૪૯] પ્રીલનું ચીત્ત રીઝાવિઓ, પણ મનનો સલ્ય ન જાય વાલમ ; સંધ્યાઈ અનુચર મંત્રીના, તેણે પ્રેરીતો કુમર અકુલાય વાલમ . ૧૨ વનિતા. [૩૫] કીધી સમસ્યા અનુચરે, “અહો! બુધ્ધિવંત જાઉ ગેટ વાલમ ; મોટિ મતનો કુવરજી, છલ જોવે જાવાનો તેહ વાલમ0. ૧૩ વનિતા. [૩૫૧] હે પ્રીયા! દેહચિંતા ભણી, જાઇસ હું, નિવારણ દુખ વાલમ; ક્ષિણ અંતરે તુમે લાવજ્યો, જલ ઝારી ભરીને શુખ.” વાલમક. ૧૪ વનિતા[૩પ૨] ઈમ કહી મંત્રીના ઘર થકી ગયો, પ્રધાન-પુરુષ છે જ્યાં વાલમ; “અરે સેવકો! મુઝ દાયજો, દીધો રાજનજીઈ ઉછાહ’ વાલમ૦.૧૫ વનિતા. [૩૫૩] ઢાલ સતરમી સુંદર ભલી, એ તો વર્ણવી સ્પવિજેન વાલમ0; કુંમરે કીધ પ્રયાણડો, નિજ નગરી ભણી ઉર્જન વાલમ0. ૧૬ વનિતા[૩૫]
૧. ચિત્ત, મન. ૨. કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org