________________
722
રૂપવિજયજી કૃત
“જાનડીલ વાહનીએ બેઠી, ગાવે ગીત રસાલ; સજી શૃંગાર લુછડલા લેતી, હર્ષે થઈ ઉજમાલ. ૫ ભવિ. [૩૨]. “ધન-ધન સહુકો જન ઉચરતા, “ધન-ધન એ વરરાણો'; મંગલકલશ ઠામે કુષ્ટી ચુત, સોહલામાહે ગવાણી. ૬ ભવિ. [૩૨૧]. ગોખે ત્રિલોક્યસુંદરી, બેઠી નિરખે વદન સમારી; અતિ આડંબરે ભૂપતિ, પાસે આણ્યો ઈશ્વર અવતારી. ૭ ભવિ. [૩૨૨] સઘલે અંગે સોભતા પેહર્યા, ભૂષણ ઝાકઝમાલા; માહેરામાંહે કુમરી આવે, સસિવદની સુકમાલ. ૮ ભવિ. [૩૨૩]
ચોરીમાહે “ચૂપ ધરીને, બેઠા સ્ત્રીભર; ઘૂઘટના પટમાંહિ નિહાલે, ત્રિલોક્યસુંદરી નારી. ૯ ભવિ. [૩૨૪] કંદર્પ ૫ કુમરનું પેખી, “અનોપમ વર એ પામી; આત્મા કૃતારથ કરીને, દીધો કવિધતાઈ મુઝ સ્વામી.” ૧૦ ભવિ. [૩૨૫] કર મેલાવો ચોરી મંડલમાં, કીધો નરને નારી; વિપ્ર વેદપાઠ મુખ ભણતા, ફેરા ફરે ચઉતારી. ૧૧ ભવિ. [૩૨૬] કર મેલાવા મોચનવેલા, દીધાં દંપતિ દાન; પ્રથમ મંગલ વર-કન્યાને, દીધા વસ્ત્ર સન્માન. ૧૨ ભવિ. [૩૨૭] બીજે મંગલ થાલ કચોલા, રજત પાત્ર સમુહ; ત્રિજે મણિ-રત્ન-કનકના, આભરણ દીધા અતુહ. ૧૩ ભવિ. [૩૨૮]. ચોથે મંગલ હય-ગ-રથ-ભડ, દાસ-દાશી પરિજન; મંગલ વરત્યા ચ્યારે ફેરે, ન કરે કર-મોચન્ન. ૧૪ ભવિ. [૩૨]
૧. જાનમાં આવેલી સ્ત્રીઓ. ૨. ઓવારણા. ૩. શણગારીને. ૪. લગ્નમંડપમાં. પ. ઉત્સાહ. ૬. વિધાતાએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org