________________
મંગલકલશ રાસ છે
719
૧ [૨૯]
૨ [૨૯૧]
૩ [૨૯૨]
૪ [૨૯૩]
૫ [૨૯]
દૂહીઃ
વચન ચૂમ્યા કુમરાણા, બોલ્યા મંત્રી વાસ; નિર્દયપણે બાલક ભણી, જાણે વલગ્યો પિશાચ. મંત્રી પભણે કુમરને, “જો એ દુકૃત કાજ; નહી કરે તો તુઝતણી, રહસ્ય નહી ઈહાં લાજ. રે દુર્મતિ! હું તુઝને, ઘાત કરી નિજ હાથ; નિશ્ચય સંદેહ ન રાખજે, કોઈ ન કરે તસ સાથ. જો તુઝ માત-પિતા હુએ, કરસ્ય ઈહાં તુઝ સાર; ઈમ કહી નિર્દયપણે, કાઢી ખડગ તિવાર. કહે બાલકને “તું હવે, માન તું મુઝ વયણે;
કહું છું હૃદય ઉઘાડિને, હુંકારો પભણે.” ઢાલ - ૧૫, નાભિરાયા કે બાગ- એ દેશી.
ઈમ સૂબુધ્ધિ મંત્રીશ, કુમરને વચન કહ્યો રી; કહ્યા તે નિપટ નિલજ્જ, કરીને હૃદય “સક્યો રી. માનતો ન હવો તેહ, તો પણ કૂમર ભણ્યો રી; મુઝને તે અપ્રમાણ, મંત્રી વયણ તણા રી. કુલવંતના નહી કામ, અકુલીન તેહ કહ્યો રી; કુલમાં દિપક સમાન, અઘટીત વાસ પસર્યો રી. કુમારને મારતા તેહ, ઉત્તમ પુરુષ મલ્યો રી, મુકાવ્યો તે બાલ, અનુકંપામાં ભલ્યો રી. ઉત્તમ જન કહે “બાલી, માન તું મંત્રિતણા રી; વચન કહ્યા તે તુઝ, મુગ્ધ! તું બાલપણા રી.”
૧ [૧૯૫]
૨ [૨૯૬]
૩ [૨૯૭].
૪ [૨૯૮]
૫ [૨૯૯]
૧. શઠતાભર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org