________________
મંગલકલશ રાસ
717
નૈલોક્યસુંદરી કન્યકા રે, રાજ્યતા ગુણગાહ; દીધી તે મુઝ પુત્રને રે, તે કોષ્ટરોગ ‘અથાહ. ૪ કુમરજી. [૨૭૬] તે માટે નૃપ અંગજા રે, અહો! મુગ્ધ સૂજાન; પરણો તુમે ભલી વિધેરે, ઘો મુઝ પુત્રને દાન. પ કુમરજી. [૨૭]. તે કાર્ય તુઝને બહાં રે, આનીત કર ઉપગાર; મુઝ કારીજ તું સાધીને રે, નિકસ તું ગૃહ બાર. ૬ કુમરજી. [૨૭૮]. આખે કુમર સચિવ પ્રતે રે, અલીક ગુણીને વેણ; “એ અકાર્ય કામ કરવું એ છે રે, સર્વથા ન ઘટે તેણ. ૭ કુમરજી. [૨૭૯] પિતાજી! મા કરો જુઠ લિગાર, એ છે આથિર સંસાર. આંકણી. નૃપ બેટી દેવંગના રે, કિહાં કુષ્ટી તુઝ પુત્ર?; નિંદવવા યોગ્ય જનતણે રે, કિમ ભાખો ઉદ્ભુત્ર?. ૮ પિતાજી[૨૮] વિસ્વાસઘાત કર્યા થકી રે, પામે અનર્થ મુલ; તેહ દષ્ટાંત શ્રવણે સૂણો રે, પાપનું છે પ્રતિકુલ. ૯ પિતાજી. [૨૮૧] જિમ ઉલુકે વાયસતણો રે, કિધો મિત્ર વિસ્વાહ; પણિ વાયસે વંચના કરી રે, દિવો અગ્નિદાહ. ૧૦ પિતાજી [૨૨] મગરમચ્છ વસંતો જલે રે, તે કપી વનચરે દિઠ; વિસ્વાસ કીધો તે મગરનો રે, આણી આપે ફલ મિઠ. ૧૧ પિતાજી [૨૩] કેટલેક દિવશ જાતે થકે રે, મગર વિચારે ચિત્ત; “કલુજ ભક્ષણ હું કરે, જે કપીરાય છે મિત્ત.” ૧૨ પિતાજી[૨૮૪]. મચ્છ ખલાઈ અતિ કરી રે, પણિ કપીએ બુધ્ધિ-કેલ; જઈ વલગ્યો શાખા વૃક્ષ નીચે, મગર રહ્યો જલ ભેલિ. ૧૩ પિતાજી. [૨૮૫].
૧. ગુણોનો સમુહ. ૨. અથાગ. ૩. લાવ્યો છે. ૪. નીકળ. ૫. ઉસૂત્ર. ૬. ઘુવડે. ૭. કાળજાનું. ૮. દુર્જનતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org