SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ 708 ચિંતામણી ને પાષાણને અંતરો, તોખાર તેજ ખર અંતરો રે જુઉ૦; બગના ટોલામાં હંસ ન સોહે, ચંદન સાગર(?)તરુને ન મોહે રે જુઉ૦. ૪ [૧૯૪] વિષ અમૃતને અંતર જે તો, પ્રીયા! નિશુણો હું કહુ કેતો? રે જુઉ; મનુષ્યણી ને દેવસુરાંગના, કિમ અંતરો મિલે એકમના રે જુઉ. ૫ [૧૯૫] તિમ રાજ્યપુત્રી ને કુષ્ટીસૂતનો, મેલ્યો વિવાહ નૃપતિ નિજ મતનો રે જુઉ; મુઝ દિલમાં તો થયું એ માઠું, પિણ હૃદય કર્યો મેં કાઠું રે જુઉ. ૬ [૧૯૬] છત્તિ અછત્તિનો ભેદ ન જાણે, રહે જગમેં ચ્યાર હઠ તાણિ રે જુઉ૰; બાલક માંગણ લાડકી નારિ, ચોથો ભૂપતિ ચિત્ત ન વિચારે રે જુઉ.૭ [૧૯૭] તિમે હુ પડીયો આરતિધ્યાને, ઉખાણો મલ્યો એક તાને રે જુઉ૦; એક દિસિ ધસમસતો વાઘ, બીજી તટનીનો નહી તાગ રે જુઉ૦. ૮ [૧૯૮] અહી છછંદરી મૂખે જવ ગ્રહીને, જાણ ઉદર ભરુ હુ વહીને રે જુઉ૦; ગ્રહતાં તો જીવ લાગે સોહિલો, પણ ભક્ષણ કરતા દોહિલો રે જુઉ. ૯ [૧૯૯] તિમ રાયે હઠવાદ કીધો, મુઝને ગલિ પાસ જ દીધો રે’ જુઉ૦; મંત્રી વયણ શુણીને ભામ, ‘હવે કિમ કરવું ઘટે? સ્વામ! રે જુઉ. ૧૦ [૨૦૦] રૂપવિજયજી કૃત દેવ અટારે થયો જે રોગ, વા પૂર્વ કર્મને ભોગ રે જુઉ॰; કર્મ-નૃપતિ છે સહુથી બલિઉ, કુણે નવિ જાએ છલીઉં રે જુઉ. ૧૧ [૨૦૧] સિર લિખીયા જે લેખ વિધાતા, કુણ ટાલી સકે? જગત્રાતા રે જુઉ૰; નર બલવંત જે મેરુ ઉપાડે, તેહને પણ કર્મ ભમાડે રે જુઉ. ન દોસ ન દિને દેવને નાથ, દોસ સર્વ છે કર્મને હાથ રે જુઉ૦; પણ ઉદ્યમ કીધે દુખ જાઈ, કીજીઈ તેહવો ઉપાય રે’ જુઉ. દસમી ઢાલ પૂરણ પ્રકાસી, કેલવે મંત્રી બુદ્ધિ ખાસી રે જુઉ૦; રુપ કહે વીરમનો દાસ, જોજ્યો ભવિ કર્મ તપાસ રે જુઉ. ૧. ગધેડો. ૨. આર્ટ. ૩. વાંકું થયે, દુઃખદાયક. ૪. અથવા. Jain Education International For Personal & Private Use Only ૧૨ [૨૦૨] ૧૩ [૨૦૩] ૧૪ [૨૦૪] www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy