________________
મંગલકલશ રાસ
707
દૂહા
ભૂપતિ ચિંતે મનથકી, “નિજ સૂભૂધિ પ્રધાન; તસ પુત્રને કુમરી દિઉં, અનુચિત કન્યાદાન.”
૧ [૧૮૫] અનુચર મૂક્યા મંત્રિને, તેડાવ્યો મહિપાલ; તવ મંત્રી તિહાં આવીઉં, જિહાં તખતે ભૂપાલ.
૨ [૧૮૬] ભૂપતિ ભાખે “મંત્રવી!, મુઝ તનયા તુઝ હાથ; અપું છું તુઝ સૂત ભણી, કરવા પુત્રીનાથ.”
૩ [૧૮૭] તવ મંત્રી કર જોડીને, આખે વચન અનુપ; અસત્ય એમ કિમ ભાખીઈ?, તુમ સરિખા જે ભૂપ.
૪ [૧૮૮] તુમ પુત્રી મુઝ સુતને, યોગ્ય નહી મુઝ કામ; ઉચિત સુંદર વર મિલે, રાજ્યપૂત્ર સૂભ ઠામ.
૫ [૧૮૯] તેને દેવી તુમ ઘટે', રાજન કહે તવ વાચ; ફરી બોલ લોપીસ નહી, અવસ્ય કહ્યું તુઝ સાચ.”
૬ [૧૯] ઢાલ - ૧૦, આસણા જોગી - એ દેસી.
ભૂપતિ વચન સુણીને મંત્રી, ચિંતાભર થયો એગંત્રી રે જુઉ કર્મની કરણી; ગૃહે જઈ ચિંતાસાયરમેં પેઠો, ગલહાથ દઈને બેઠો રે જુઉ કર્મની કરણી. ૧ [૧૯૧] પૂછે વનિતા સ્યુ છે? સ્વામી, આજ દુમના અંતરજામી રે જુ;િ કહે મંત્રી “શુણ કામિની!, આખ્યો અંતરો શાસ્ત્રની મતિ શાખે રે જુઉ૦.૨ [૧૯૨] સરસવ મેરુને અંતર પડીઓ, સુરતરુને એરંડતરુનડીઓ રે જુઉ0; “સર સાયરને અંતરો કેહવો?, “અર્ક-પય ગૌ-પય સમ નવિ તેવો રે જુઉ. ૩ [૧૯૩]
૧. ટી. અનુચિત= ‘અયોગ્ય’ એવો અર્થ થાય પરંતુ અહિ ચિત=ઈચ્છા, અનુત્ર અનુસારે= ઇચ્છાનુસારે આવો અર્થ કરવો. ૨. એકાંતે. ૩. લમણે હાથ. ૪. દુઃખી. ૫. સરોવર. ૬. આંકડાનું દૂધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org