________________
706
રક રૂપવિજયજી કૃત
લાવણ્યતા રસ-કુંપિકા, કરપાણિ કદ લીથંભ રાજનજી; શુભગ-રયણની મંજૂષા, ઉપમ લહે અચંભ રાજનજી. ૬ પ્રતપો[૧૭૪] કુમારી હુઈ નવયોવના, બાલ અવસ્થા મોચંત રાજનજી; સોભાગ્ય રસની તટનીકા, નિરખી ભૂપ હર્ષત રાજનજી. ૭ પ્રપો. [૧૭૫] ભણન-ગણન ચોસઠ કલા, જ્ઞાન-વિજ્ઞાન ચાતુર્ય રાજનજી; વરજોગ્યતા એ બાલિકા, થઈ જાણી નરરાજ્ય રાજનજી. ૮ પ્રપો. [૧૭૬]. નૃપતિ મન આતુર થયો, “કુણ હોયે વર ભૂપ? રાજનજી; ત્રિલોક્યસુંદરી સુતાતણો, નિરખવવો ધરી ચૂપ રાજનજી. ૯ પ્રતપો[૧૭૭]. ઈમ ચિંતવી અંતેઉર જઈ, રાણીને વિરતાત રાજનજી; ચંચલતા નિજ મનતણી, કહી કાંતાને એકાંતિ રાજનજી. ૧૦ પ્રતપો. [૧૭૮] પુત્રીની ચિંતા માતને, શુતની પિતાને હોય રાજનજી; તે માટે તુમને ઘટે, કુણ પ્રતે દેવી સોય? રાજનજી. ૧૧ પ્રપો. [૧૭] યુગતે યુગતુ જો મિલે, અયુગતો નાવે જરાય રાજનજી; રસીયે રસીયા જવ મિલે, રસમે રસ મિલ જાય” રાજનજી. ૧૨ પ્રતપો[૧૮] ભૂપતિ વચન રાણી સુણી, કુમરીના અવદત રાજનજી; પભણે રાણી ભૂપતિ પ્રતે, નિશુણો સ્વામી! વાત રાજનજી. ૧૩ પ્રતપો[૧૮૧] મુઝ પુત્રી પ્રાણ-વલ્લભ ઘણી, દૂર દેશાંતર જાય રાજનજી; તો હું પ્રાણ ન ધરી શકું, ક્ષણ વિરહ ન ખમાય રાજનજી. ૧૪ પ્રતપો[૧૮૨] નગર ભણી નિજ પુત્રીને, દેવી ઘટે મહારાજ! રાજનજી; દષ્ટ નિરખુ દિન પ્રતે, અરજી ગરિબનવાજ રાજનજી. ૧૫ પ્રતપો[૧૮૩. ઢાલ થઈ નવમી ભલી, મંગલકલસને રાસ રાજનજી; કહે ભરતાર સુંદરી ભણી, ૫ કહે નિજ પાસ રાજનજી. ૧૬ પ્રતપો. [૧૮૪].
. નદી. ૨. સાવધાની. ૩. વૃત્તાંત. ૪. મન. ૫. ગરીબોના બેલી, દીનદયાળ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org