________________
શ્રી મંગલકલશ રાસમાલા
૭) પોતાને રાજ્ય ન મળવાથી ઉશ્કેરાયેલા સુરસુંદરરાજાના ભાઈઓએ અને ભત્રીજાઓએ સીમાડાના રાજાઓને સાથે લઈ મંગલકલશ સાથે યુદ્ધ કર્યું. (૫૬૯, ૫૭૦)
59
૮) મંગલકલશ રાજવી પાસે ૧૯ હજાર હાથી અને ૧૫ લાખ ઘોડા દર્શાવ્યા છે. (૫૭૩, ૫૭૫) ૯) મંગલકલશ અને ત્રૈલોક્યસુંદરી સોમચંદ્ર અને શ્રીદેવીના ભવમાં અણસણ કરી પ્રથમ દેવલોકે ગયા હતા. (૬૩૯)
૧૧) દીપ્તિવિજયજી કૃત મંગલકલશ રાસ
ક ધર્મસંગ્રહના રચયિતા તપાગચ્છીય વિજયમાનસૂરિજી (વિ.સં. ૧૭૦૭-૧૭૭૦)ના રાજ્યમાં વિજય દાનસૂરિજી > ઉપાધ્યાય રાજવિમલજી > ઉપાધ્યાય મુનિવિજયજી > ઉપાધ્યાય દેવવિજયજી > પંડિત માનવિજયજીના શિષ્ય દીપ્તિવિજયજીએ ૩ ખંડ, ૨૭ ઢાલ અને ૭૯૭ કડી પ્રમાણ આ રાસ વિ.સં. ૧૭૪૯, આસો સુદ-૧૫ના દિવસે પોતાના શિષ્ય ધીરવિજયજીના વાંચન માટે રચ્યો છે.
પૂજ્ય દીપ્તિ વિજયજીએ સિરોડીમાં સં. ૧૭૩૫માં આસો સુદ-૧૫ના દિવસે કયવન્ના રાસ પણ રચ્યો છે. કવિશ્રીએ બન્ને રાસો દાનધર્મના પ્રભાવ પર રચેલાં છે. આ સિવાય તેમની અન્ય કોઈ રચના વિષયક ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
આ સરળ પ્રવાહી ભાષામાં રચાયેલ પ્રસ્તુત રાસમાં મંગલકલશકથાનું સુંદર વર્ણન થયેલું છે. કવિશ્રીએ મંગલકલશના મુખમાં વત્સરાજ અને લાખાસુંદરીની કથા વિસ્તારથી મૂકી છે. જે કથા મંગલકલશના અન્ય કોઈ રાસમાં પ્રાપ્ત થતી નથી.
રાસમાં કવિશ્રીએ ઘણા સ્થળોએ ઉપમા-ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો ગૂંથ્યા છે.
ઉપમા
‘નગરી ઉજેણી જાણીઈ રે લાલ, અમરાવતી અવતાર.’ [૧૭]
ગજ જિમ આવ્યો મલપતો.’ [૨૫૮]
રાજાને રાણી સતય્યારી રે, રુપઈ રંભતણો અવતાર.’ [૩૩૭]
‘ત્યાંહા કિણ માંડઈ નાટારંભ, ઇન્દ્ર-આગલી જિમ નાચઈ રંભ.’ [૩૫૫] ‘માહોમાહિ નિત લડે, જિમ કૌરવ ને ભીમ.’ [૩૭૬]
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org