________________
મંગલકલશ રાસ
703
દૂહા
ધનદત્ત મંગલકલસ સૂત, તિમ સત્યભામા નારિ; વિષયિક શુખ વિલસે સદા, વખત બડે આગાર.
૧ [૧૪] કાળંગત બહુ વ્યતિક્રમ્યો, નિજ-નિજ પૂન્ય પસાય; ધર્મ થકી મહિમા ફલે, જગમાં જસ ગવરાય.
૨ [૧૪૯]. અગ્રે હુઈ જે વારતા, નિશુણો મુકી માન; ચંદન અરુ મલયગિરી, બનસ્ય પ્રીતિ નિદાન.
૩ [૧પ૦]. ભાવી પદારથ યોગ્યથી, જે હોએ અખીયાત; બહાં સંબંધ વચ્ચે સહી, પુન્ય બલે વિખ્યાત.
૪ [૧પ૧] ઢાલઃ- ૮, લલના ન દિશી છે – એ દેશી.
એક જ ભરતક્ષેત્રે ભલો, તેહના છે ષટ ખંડ લલના; આરજ દેસમાં સોભતો, અંગદેશ પ્રચંડ લલના.
૧ [૧૫] દેસ મનોહર અંગદેસે, અનોપમ નયરી નામ લલના; ચંપા નામે મહાપુરી, વાસુપૂજ્ય જન્મ ઠામ લલના. ૨ દેસ. [૧૫૩] દધિવાહન રાજા હુઉં, ઈણિ નગરી એ પ્રસીધ્ધ લલના; પ્રત્યેકબુધ્ધ પ્રથમ કહ્યો, વૈરાગ્યે દીક્ષા લીધ લલના. ૩ દેસ. [૧૫૪]. રાજ્ય કરે નરેસર, સૂરસુંદર ભૂપાલ લલના; ભૂજબલ પ્રાક્રમ જેહનો, પંચાયણ જિમ વીકરાલ લલના. ૪ દેસ. [૧૫૫] તપ તેજે અરીયણ વશ કર્યા, ચાલ આણ અખંડ લલના; લોપી ન સકે તેહની, જિમ ઘન પવન પ્રચંડ લલના. ૫ દેસ. [૧૫૬] પટરાણી ગુણે દીપતી, નામ ગુણાવલી તાસ લલના; કમલા પરે ઉપમા લહે, લક્ષણ ભૂષણ પાસ લલના. ૬ દેસ[૧૫૭].
૧. આખ્યાત=કહેલું. ૧. સિંહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org