________________
મંગલકલશ રાસ રમ
699
દૂહાકુટુંબને કિધી વિદા, નિજ-નિજ થાનિક જાય; “ધન્ન-ધન્ન એ ધનદત્તને, ફલિઉ ધર્મ પસાય.”
૧ [૧૦૮] ઇંદુ-કલા પર વાધતો, મંગલકલશ કુમાર; સત્યભામા હરખે 'હીઈ, ઉચ્છંગે બેસારિ.
૨ [૧૦૯] પંચ ધાવિ પાલે ખરી, એક ઉછંગે લેય; એકે કેડે ખભે લીયે, એક આલિંગન દેય.
૩ [૧૧] એક માડે રમકડાં, એક હસીને તાલ; સુખડલી મુખમેં દીયે, કડાવે તે બાલ.
૪ [૧૧૧] પયોધર મુખમે હવે, કવલ લિએ આહાર; લાડ-કોડ પૂરે સદા, જનની ચિત ઉદાર.
૫ [૧૧૨] ઢાલ - ૬, કોઈલો પરબત ધંધલોરે લાલ- એ દેસી. સત્યભામા ધનદત્ત બિહુ જણા રે લાલ, પેખે કુમરનું પ રે સુગુણનર; મધુકરને જિમ વલ્લિકા રે લાલ, તિમ વલ્લભ અનુપ રે સુગુણનર. ૧ [૧૧૩] નિસુણો કુમારની વાતડી રે લાલ. આંકણી. કોમલા વાણી આલાપતો રે લાલ, જીમ જીમ લાગે મીઠ રે સુગુણનર; નિશાપતી તે સારિખો રે લાલ, સોલ કલાઈ દીઠ રે સુગુણન. ૨ નિસુણો [૧૧૪]. પાંચ વર્ષનો જબ હુઉરે લાલ, કરે બૃધ્ધિ પ્રપંચ રે સુગુણનર; લઘુતાપણું જૂઊ બાલનો રે લાલ, હાસ્ય વિનોદે સંચ રે સુગુણનર. ૩ નિસુણો[૧૧૫] માત-પિતા તવ જાણીઉ રે લાલ, વર્ષ થયા જદ આઠ રે સુગુણનર; કલ્યાભ્યાસ ઉચિત ભણી રે લાલ, લેખક સાલાઈ પાઠ રે સુગુણનર. ૪ નિસુણો [૧૧૬]
૧. હે. ૨. જ્યારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org