________________
694
રૂપવિજયજી કૃત
દૂહાસત્યભામા ધનદત્ત બિંદુ, પૂરવ પૂન્ય સહાય; લિખિત ભાવના યોગથી, પૂજે મિલે સહૂ આય.
૧ [૬૯]. પૂજે મનવંછિત ફલે, પૂર્વે મલે તે ઈષ્ટ; પૂન્ય-સખાઈ જેહને, પૂન્ય દેવ સંતુષ્ટ.
૨ [] પૂન્યવંતને સંપજે, લચ્છિનો અભિલાષ; પૂ હીણને દોહિલો, સુરતરુ આંબાસાખિ.
૩ [૭૧]. પૂજે સૂરનર સાખિયા, પૂજે દ્રવ્ય સમજૂર; પૂન્ય પ્રભાવ અતિઘણો, ભોગ ભલા ભરપૂર.
૪ [૭૨] તે માટે ધનદત્તના, જાગૃત પૂન્ય અંકુર; જિનશાસન રખવાલિકા, પ્રત્યક્ષ થઈ હજૂરિ.
૫ [૭૩] ઢાલ -૪, મારા ઘણુરે સવાઈ ઢોલા- એ દેશી.
શ્રુતદેવી સાનિધિ કરવા, ધનદત્ત સત્યભામા દુખ હરવા રે પ્યારા શેઠજી મોહનગારા; નીલાંબર વસ્ત્ર ધરીઓ, ચરણા-ચોલી એ દીલ ઠરીઉરે પ્યારા. ૧ [૭૪] મલપતાં મયગલ ચાલ, સોહે ભૂષણ ઝાકઝમાલ રે પ્યારા; વેણા પન્નગ સરિખી, અણીઆલા લોચન નિરખી રે પ્યારા.. ૨ [૩૫] કર-ચૂડા-કંકણ ખલકે, ભાલે નીલવટ ટીકી ઝલકે રે પ્યારા; કુંડલ કપોલ વિરાજે, માનું રવિ-સસી ઉપમા છાજે રે પ્યારા. ૩ [૩૬] સીથોનક ફૂલી ભલકા, "ઉરવંસી રુપે અલકા રે પ્યારા; કવિયણ મુખે ગુણ જેહ, કેહતાં નવિ પામે છેહ રે પ્યારા.. ૪ [૭]
૧. વેણી. ૨. સેંથાનું ઘરેણું. ૩. નાકનુ ઘરેણું. ૪. ચમકે. ૫. ઉર્વશી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org