________________
મંગલકલશ રાસ
આરામિકના વચના શુણી વિકસીત થઇઉં, દિન-દિન પ્રતે લઇ ફૂલ કે ગૃહે આવે વહ્યો; ગૃહના જિનગૃહમાંહે કે જન-પૂજા કરે, દર્શનને ઉજમાલ નગરમાટે સંચરે ૫ [૫૯] મોટા દેવલે જિનરાજના બિંબ જે થાપીયા, ‘નિસીહી' કહીને જિણઘરમાંહે આવીયા; દશ-વૈતૃક આણા સાચવે શ્રેષ્ઠી પ્રેમે કરી, હવે તેહનો અધિકાર ભણું તેહનો હર્ષે કરી. ૬ [૬૦]
ત્રિહુ ભેદે કરી નિસીહી ત્રિભું પ્રદક્ષિણા, ત્રિકું ભેદે પ્રણામ કરે શુધ વાસના; ત્રિકભેદે જિન પૂન પૂજા અવસ્થાનું ભાવવું, તેહના ત્રિભું પ્રકાર સિવ સાધન હવુ. ૭ [૬૧] ત્રિહુ દિશિ કરે નિરીક્ષણ ત્રિક પગ ભૂમીકા, પમાર્જવા કહી જિનરાજ શુખની સમારિકા; વર્ણત્રિક ત્રિક મુદ્રા કહી આગમ વલી, ત્રિકું પ્રણિધાન દશત્રિક કહે ઇમ કેવલી. ૮ [૬૨] ઈમ આગમ અનુસારે ધનદત્ત દિન પ્રતે, ત્રિકયોગે પ્રણિપત્ય કરે શક્તિ છતી; શક્રસ્તવ દ્રવ્ય-ભાવથી ચૈત્યવંદન કરે, ત્રિભુવનનાયક દેવની ભક્તિ બહુ પરે. ૯ [૬૩]
693
પૂજા પંચ-પ્રકારે ફૂલ પગર ભરે, અષ્ઠાનિકા મોહોછવ પર્વણિ જસ વરે;
સત્તર એકવિસ વિધની કરે આનંદસૂં, વિધિપૂર્વક સામ્રાજ્ય કે નૃત્ય સાનંદસૂં. ૧૦ [૬૪]
પૌષધસાલાઇ ગુરુમુખની વાણી શુણે, પ્રભાવના શ્રીફલાદિક અર્પે સંઘતણે; સંઘ ચતુર્વિધ ને વલી સાહમી ભોજન દિઈ, ઇમ ઉત્કર્ષે આતમકાર્ય શુધ કીઈ. ૧૧ [૬૫]
શ્રાધના કુલ આચાર પાલે શ્રેણી સદા, ધર્મતણા પ્રભાવ દેખી તે એકદા;
વિ સહી સાસનદેવી કરણી ઈત્મ્યની, એકાગ્રભાવ દૃઢચિત્ત થઈ થિર થોભની. ૧૨ [૬૬]
મહિમા શ્રી જિનરાજનો જગતમાં છે વડો, છે વલી પૂન્ય સહાય કસ્તૂરી-કેવડો; વિસ્તરસ્ય સૂવાસ કે ધર્મના ફલ થકી, લેટેસ્થે મંગલમાલ કે ધનદત્ત સૂત થકી. ૧૩ [૬૭]
ત્રીજી ઢાલ રસાલ પૂરણ થઈ રાસની, ઉત્તમ પ્રાણી મંગલકલશ સૂવાશની; આગે સરસ સંબંધ શ્રોતાજન! સાંભલો, રુપ કહે ભવિ પ્રાણી ઉપસમમાંટે ભલો.૧૪ [૬૮]
૧. ઉમંગપૂર્વક. ૨. ત્રિક. ૩. પુન્ય=પવિત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org