SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ 688 છે રૂપવિજયજી કૃતા ધર્મ કરો રે ભવીજના!, ફલ પામો સૂવિશાલ મંગલકલશતણી પરે, ભોગવો ભોગ રસાલ. ૧૦ [૧૦]. પ્રષદ ભણે “પ્રભુજી! કહો, તે કૂણ પૂન્યપવિત્ર?"; પ્રભુજી તવ દિઈ દેસના, “સહુ સૂણજ્યો એક ચિત્ત. ૧૧ [૧૧] તે માટે પ્રાણી! ઈહાં, સરસ કથા અધિકાર; સાંભળજો શ્રોતા! તુમે, જિમ પામો વિસ્તાર.” ૧૨ [૧૨] ઢાલઃ- ૧, ચોપાઈ. જંબુદ્વિપ લક્ષ યોજન જામ, તે માટે ભરતક્ષેત્ર અભિરામ; સહસબત્રીસ દેશ સુચંગ, તે માટે માલવદેશ ઉત્તગ. ૧ [૧૩]. જિહાં દુર્ભિક્ષનો ન લહે નામ, નયરી ઉજેણી બસે તિહાં ગ્રામ; ગઢ-મઢ-મંદિર-પોલ-પ્રકાર, પુન્યવંતનો ન લહુ પાર. ૨ [૧૪]. દ્વાદશ યોજનાનો વિસ્તાર, આયામ-વિઝંભ ચિહું દીસી સાર; ચહેરાસી ચોટા શ્રેણી ભણી, અલકાપુરી સારિસી તે ગુણી. ૩ [૧૫] લંકા મનમેં સંકા હૂઈ, ભય ભણી જલધીમાં ગઈ; વહે તટની સિમા ઉદાર, ગંગાસિંધુની ઉપમ સાર. ૪ [૧૬] રાજમાર્ગ દીપે અતિભલા, વ્યાપારી દામે ગુણનિલા; એવો પુરમે નૃપનો ન્યાય, ચૌરાદિકનો ભય નહી કાઈ. ૫ [૧૭] જનમંદિર સોભા અતિ ઘણી, રાજ્યલક્ષ્મીની સંપદ ભણી; ધજાદંડ છે દેવલ ઉપરે, અપર દંડ સુપનાંતર વરે. ૬ [૧૮] રાજ્ય કરે રાજા ભૂપાલ, વેરીસિંહ નામે પ્રતિપાલ; ન્યાય નીત ચાલે આચાર, સહુ જનને સુખ દીઈ અપાર. ૭ [૧૯] ૧. પર્ષદા. ૨. અત્યંત મનોહર. ૩. શ્રેષ્ઠ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy