________________
મંગલકલશ રાસ
685
al;
સુપનામાંહિ ગજ ઉપરઈ સાહેલડી રે, બેઠા હુઈ રિદ્ધિ રાજ્ય તો; તિમ એ રાસ કરતા થકા સાહેલડી રે, સિદ્ધિ ચઢઈ સવિ કાજ તો. ૧૪ [૭૮૪] શ્રી વિમલબોધસૂરીશ્વરઈ સાહેલડી રે, દીધો એ ઉપદેસ તો; સાંતિનાથ પહિલઈ ભવિ સાહેલડી રે, શ્રીષેણ નામી નરેસ તો. ૧૫ [૭૮૫] તે આગલિ મનરંગમ્ય સાહેલડી રે, સંબંધ કહ્યો સુરસાલ તો; સાંતિનાથ પહિલઈ ભવિ સાહેલડી રે, મંગલકલસ ભૂપાલ તો. ૧૬ [૭૮૬]. જૈનધરમ આરાધીઓ સાહેલડી રે, સાયં આતમ કાજ તો; પરમાનંદ પદ પામીઓ સાહેલડી રે, ભોગવી બહુ દિન રાજ તો. ૧૭ [૭૮૭] ધન સારથવાહિ સાધૂનઈ સાહેલડી રે, દીધુ અઢલક દાન તો; તીર્થકર પદવી લહી સાહેલડી રે, ઇંદ્ર કરઈ બહુમાન તો. ૧૮ [૭૮૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org