SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 683 દૂહા મુનિવરના સંજોગથી, પામી સમકિત સાર; તે પાલે બેહુ જણા શ્રાવકના વિવહાર. ૧ [૭૬૪]. અતિહિ સુભ ભાવિ કરી, તે પોહતા પરલોક; પંચ પલ્યોપમ આઉખઈ, સૌધરમાં સુરલોક. ૨ [૭૬૫] સૌધર્મ દેવલોકથી, સોમચંદ્રનો જીવ; ચવીનઈ તુ ભૂપતિ હુઓ, પુન્યવંત અતીવ. ૩ [૭૬૬] દેવીનું સુખ ભોગવી, પૂરણ પૂરી આય; શ્રીદેવીનો જીવ તે, ત્રિલોક્યસુંદરી થાય. ૪ [૭૬૭]. પદ્રવ્યઈ ઉપરાજીઉં, પુન્ય ઘણું ગુણખાણિ; ભાડે પરણી સુંદરી, તે તુ સહી કરી જાણિ. ૫ [૬૮] હાસીઈ પહિલઈ ભવિ, વયણ કહ્યું વિણ વાંક; તે માટિ એ સુંદરી, પામી મોટું કલંક. ૬ [૬૯]. ઢા મુંડા જે જીવડો, જે હસતા બાંધઈ કરમ; સુભ-અશુભ તે ભોગવિ, સાચો શ્રી જિનધરમ. ૭ [૭૭૦] ઢાલ - ૬, સિાહેલડીની.] દેસના સુણી મનિ હરખીઓ સાહેલડી રે, મંગલકલસ ભૂપાલ તો; “આજૂણો મુઝ દિન ભલો સાહેલડી રે, સાંભલ્યા વયણ રસાલ' તો.૧ [૭૭૧] વાંદી નિજ ઘરી આવીયા સાહેલડી રે, મનિ આવ્યો વૈરાગ તો; એ સંસાર કારિમો સાહેલડી રે, સાચો ધરમ વીતરાગ' તો. ૨ [૭૭૨] ૧. ઉપાજર્ષ, ઉપાર્જન કર્યુ. ૨. આજનો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy