________________
676
જ દીપ્તિવિજયજી કૃતા
તે માટે અમ દેસમાં, રહવું ન પામે એહો રે હો; સુરસુંદરે નિજ દેસ દેસથી, કાઢ્યો સાહી તેડો રે હો. ૯ વાત[૭૦] હવિ અપુત્રીઓ નૃપ ચિંતવઇ, દેઈ મંગલકલસને રાજ્યો રે હો; પંચમહાવ્રત આદરી, સાધ્યું. આતમ કાજ રે હો. ૧૦ વાત. [૭૦૮]. ધનદત્ત સાહ અને ધનવતી, સપરિવાર તેડાવી રે હો; વ્રત લેવાનિ સજ થયો, સહુનુ મનડુ મનાવી રે હો. ૧૧ વાત. [૭૦] મંગલકલસને પ્રેમસ્ય, વ્યાપ્યો પોતાનિ પાટિ રે હો; સુરસુંદરરાજા ભણે, “તુમે ચાલજ્યો ધર્મની વાટિ રે હો.૧૨ વાત. [૭૧] શ્રીયશોભદ્રસૂરી કનિ રે, નૃપ વ્રત લીઇ ઉછરંગિ રે હો; ધનદત્ત સાહને ઘનવતી, તેહ પિણ વ્રત લઈ રંગિ રે હો. ૧૩ વાત [૭૧૧] ગુરુ આદેસ લહી કરી, સુરસુંદર રિષિરાયો રે હો; તીરથયાત્રા કરવા ભણી, તે પરદેસિ જાયો રે હો. ૧૪ વાત. [૭૧૨] નગર પિંડોલને થઈ રહિ, તે કિમ કહીઈ સાધો? રે હો; એક કામિ રહતા થકા, થાઈ સંજમનો બાધો રે હો. ૧૫ વાત[૧૩] રાણી ત્રિલોક્યસુંદરી, પુન્યવતી અભિરામો રે હો; પ્રસવ્યો પુત્ર-પુરંદર, જયશેખર જસ નામો રે. ૧૬ વાત. [૭૧૪] વ્રત લીધું સુરસુંદરઈ, દેઈ મંગલનઈ રાજ્યો રે હો; સીમાડા રાજા કહિ, “એ સ્યુ કીધું અકાજો? રે હો. ૧૭ વાત. [૭૧૫] એ પરદેશી વાણીઓ, અંગદેસનો રાયો રે હો; નામ ધરાવઈ એહવુ, અમ જીવિત ધિગ થાયો રે હો. ૧૮ વાત[૧૬]
૧. પાઠા. જીવિત છઇ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org