________________
મંગલકલશ રાસ
673
ધન વેલા વલી ધન્ય તે જ ઘડી રે, જે નિજરિ દેખીસ માય; સંકટ આવ્યે રાખી રુડીપરિ રે, તે કિમ માય વિસરાય?. પ સિંહ [૬૭૮] બીજી સઘલી ઓરમાન માયને રે, કહજ્યો તુમે આસીસ; તેહતણા ગુણ મુઝનઈ સાંભરઈ રે, સંભારુ નિસ દીસ. ૬ સિંહ [૬૭૯] સહીયર સઘલીનિ સુખ પૂછજ્યો રે, કહો કુસલને એમ; મુઝ હિયડાથી તમે નવી વીસરો રે, તમે ઘરો બહુ પ્રેમ. ૭ સિંહ [૬૮] હું અભાગિણી સરજી પાપિણી રે, નહી મુઝ બાંધવ કોય; જે બાંધવ આવઈ મુઝ તેડવા રે, હરખ ધરીનઈ સોય. ૮ સિંહ[૬૮૧] તુમ તિહાં જાઈ આણુ મોકલાવયો રે, પીહર આવઇ ચિત્ત; સિંહજી! સૂડા ભલા નિજ દેસના રે, નહી પરદેસી મિત્ત.” ૯ સિંહ [૬૮૨] સિહસામંત હવિ તિહાથી સિદ્ધિ કરઈ રે, આવ્યો ચંપાવતીમાહિ; રાજા સુંદરનઈ ભેટીઓ રે, હૈયડો ઘણો ઉમાહ. ૧૦ સિંહ. [૬૮૩ સહુનઈ દીધી સ્ત્રી વધામણી રે, હરખ્યો સવિ પરિવાર; પુરુષવેસ આપ્યો કુમરીતણો રે, દેખાડ્યા તોખાર. ૧૧ સિંહ[૬૮૪] દિન દસ રાખી રાજા વીનવઈ રે, “તુમે સિદ્ધ કરો ઉજેણ; મંગલ જમાઈ અને મુઝ નંદિની રે, તેડવા કારણ તેણ.” ૧૨ સિંહ [૬૮૫ લેઈ વધામણી સિંહ સામંત વલ્યો રે, ઉજેણી ભણી તામ; વાટ જાતા સકુન ભલા થયા રે, મનિ હરખ્યો અભિરામ. ૧૩ સિંહ [૬૮૬] અનુકરમાં આવ્યા નયરી ઉજેણી રે, ધનદત્ત સાહની ગે; ધનદત્ત સાહ સુત સહુ આવી મિલ્યા રે, નુપકુમરી ગુણગેહ. ૧૪ સિંહ [૬૮ નૃપકુમરી મનમાં હરખી ઘણુ રે, નિસુણી આણાની વાત; હવિ મિલમ્યું જઈનિ નિજ તાતનઈ રે, વલી નિજરિ દેખીસ માત.” ૧૫ સિંહ [૬૮૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org