________________
668
દીપ્તિવિજયજી કૃતા
તેહના સીસ સોહામણા સાહેલડી રે, સંવેગી સિરદાર તો; શ્રી દેવવિજય વાચક વડા સાહેલડી રે, ઓસવંસ સિણગાર તો. ૧૭ [૬૪૧] પ્રાગવંસ કુલિ ઉપના સાહેલડી રે, નિજ ગુરુનઈ સુખદાયિ તો; શ્રી માનવિજય પંડિત વરુ સાહેલડી રે, દોહિતિ અધિકી સવાઈ તો. ૧૮ [૬૪૨] ગુરુનામિ સુખ ઉપજઈ સાહેલડી રે, મતિ બુદ્ધિ સઘલી આવિ તો; તસ સીસ દીપિવિજય ભલો સાહેલડી રે, રાસ રચ્યો સુભ ભાવિ તો. ૧૯ [૬૪૩]. નિજ સીસ ધીરવિજયતણું સાહેલડી રે, વાચનાનુ મન જાણિ તો; રાસ રચ્યો રલીયામણો સાહેલડી રે, મનમાં ઉલટ આણી તો. ૨૦ [૬૪] સંવત સતરે જાણજ્યો સાહેલડી રે, વરસ તે ઓગણપચાસ તો; આસો સુદિ પૂનિમ દિને સાહેલડી રે, એ મઈ કીધો રાસ તો. ૨૧ [૬૪૫] इति मङ्गलकलशरासे पुरुषचरित्र- लाखाशीलवर्णनो नामा द्वितीयखण्डः संपूर्णः।।
૧. પાઠા. ઓસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org