________________
મંગલકલશ રાસ માં
653
જન્મભૂમિ મુઝ સાંભરી લાલ, આવ્યુ યોવન વેસ રે લોલ; કુટંબ જાત્ર કરવા ભણી લાલ, હું આવ્યો એણિ દેસ રે લાલ. ૪ વાહલી [૫૦] કર જોડી માલી ભણઈ લાલ, “એવડું દુખ તુમ કાઈ? રે લોલ; નાલેરે પાડે રહે લાલ, ચાંપા માલિણ મુઝ માય રે લાલ. ૫ વાહલી [૫૯] વિણજારા મુઝ લેઈ ગયા લાલ, નાનપણાથી તેડિ રે લોલ; વિરહ પડ્યો માતાતણો લાલ, કુણ નવિ કેધી કેડિ રે લાલ. ૬ વાહલી [૫૧૦] બેટો કરી મોટો કર્યો લાલ, વિણજારે અભિરામ રે લોલ; આવ્યો હું મિલવા ભણી લાલ, અંબરાજ મારું નામ રે લાલ. ૭ વાહલી. [૫૧૧] જઈનઈ દીધી વદ્ધામણી લાલ, ચાંપાને તેણી વાર રે લાલ; ચાંપા આવી દોડતી લાલ, આવ્યો સવિ પરિવાર રે લાલ. ૮ વાહલી [૫૧૨] સહુ આવી તેહને મિલ્યા લાલ, કોઈ ન જાણે ભેદ રે લોલ; પુષતણી બિહોત્તર કલા લાલ, જાણે સઘલા વેદ રે લાલ. ૯ વાહલી [૫૧૩]. ચાંપા દેખી રે આવતી લાલ, સાતમો ગયો તતકાલ રે લોલ; મા-બેટો સાઈ મિલ્યા લાલ, જોવે તે બાલ ગોપાલ રે લાલ. ૧૦ વાહલી [૧૪] રિદ્ધિ દેખી બેટાતણી લાલ, વલી દેખી તસ નૂર રે લાલ; ચાંપા માલિણ ચિત્ત ચિંતવઈ લાલ, પ્રગટ્યું પુન્ય અંકુર રે’ લાલ. ૧૧ વાહલી [૫૧૫] ચાંપા સુત તેડી કરી લાલ, ઘરિ આણ્યો ધરી રાગ રે લોલ; નર-નારી સહુ ઈમ કહિ લાલ, “ચાંપાનો વડભાગ રે લાલ. ૧૨ વાહલી [૫૧૬] પાડા પાડોસી સહુ મિલ્યા લાલ, સહુ આંબો કહી એહ રે લાલ; નાયક સહુને ઉલખઈ લાલ, નામ-ઠામ ગુણગેહરે લાલ. ૧૩ વાહલી [૧૧૭]
૧. પાછળ જવું, તપાસ કરવી. ૨. આલિંગનપૂર્વક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org