________________
મંગલકલશ રાસ
64g
દૂહા
૧ [૪૭૫]
૨ [૪૭૬]
૩ [૪૭].
૪ [૪૭૮]
૫ [૪૯].
મંદિર આવી આપણિ, મનિ ચિંતઈ વત્સરાજ; “પુષચરિત્ર કોઈ કેલવી, નિશ્ચ લેસ્યુ રાજ.” વેસ બનાવી ભગતનો, ગલિ તુલસીની માલ; હરણિ ચરમ નાખ્યું ખભે, ઢલતા મુક્યા વાલ. મધુરો રાગ આલાપતો, હાથે લેઈ વીણ; પહિલી પોલિ પાલીયા, તે કીધા લલણ. અતિ ચતુરાઈ કેલવી, લંઘી સાતે પોલિ; ચિહું દિસિ ભીતિ ઝલહલઈ, આરીસાની ઓલિ. તે આગલિ એક પોલીઓ, લાખાને દરબાર; તેહની હાકિ કો તિહા, જઈ ન સકિ નર-નારિ. રીઝાવ્યો રીઝઈ નહી, તે અતિ કઠિણ કઠોર; રાતિ-દિવસ રહિ જાગતો, પણિ વિસ્વાસી જોર. તે આગલિ ધૂણી કરી, બેઠો થઈ “મહાત; વચન વિલાસે રીઝવી, તે કીધો સુભ સાંત. વાતે તેહને રીઝવી, પૂછે લાખાની વાત; ધૂરથી માડી તે કહિ, લાખાનો અવદાત. ગામ પાંચસે ભોગવે, રિદ્ધિતણો નહી પાર; યથા-તથા બોલઈ નહી, સુધી સમકિત ધાર. ચાંપા નામિ માલિણી, નિત જાઈ તસ પાસ; ફૂલ ફગર લેઈ કરી, વાત કરે ઉલ્લાસિ.
૬ [૪૮૦]
૭ [૪૮૧]
૮ [૪૮૨]
૯ [૪૮૩]
૧૦ [૪૮૪]
૧. પહેરેગીર, પાઠા, પોલીયા. ૨. મોટો સાધુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org