________________
મંગલકલશ રાસ -
645
બહુ પરિવારે તે પરવર્યા, ઉતારે જજૂએ ઉતર્યા રાજસભામાં પ્યાર કુમાર, જઈ રાજાનઈ કીધ જુહાર. ૧૫ [૪૪૩]. દેખી ચકિત થયા સવિ લોક, જોવા મિલીયા થોકે થોક; દેખી કુમરના સરિખા સ્પ, મનમાં અગિરિજ પામ્યો ભૂપ. ૧૬ [૪૪] રાજા પૂછઈ પ્રેમઈ કરી, કેહના બેટા? કુણ તુમ પુરી?'; તે નૃપની તિહાં આણા લહી, વાત પૂરવલી માંડી કહી. ૧૭ [૪૪૫] રાજિ પાસિ આવ્યા છુ અખ્ત, ન્યાય કરીનઈ આપો તુડે'; કવિ રાજા ‘તુમ સરિખા સહી, અવગુણ અંગિ દીસે નહી. ૧૮ [૪૪૬] તે માટિ અર્પે કરી વિચાર, દસ્યુ રાજ્યતણો સિરભાર'; દેવા રાજ્યતણી કરે વાત, પણિ રાજાનિ નાવિ ધાત. ૧૯ [૪૪૭] ઇમ કરતા હુઆ ષટ માસ, તે સવિ ભાઈ હુઆ નિરાસ; રાજા કહિ “નિસુણો મુઝ વાત, નગરમાહિ લાખા વિખ્યાત. ૨૦ [૪૪૮] રૂપવંત ધનવંત ગુણગેહ, ગણિકામાદિ વડી છઈ તેહ; સાત પોલી નઈ સાત પ્રાકાર, હાથી-ઘોડા-પાયક સાર. ૨૧ [૪૪૯]. ઘરમાહિ વાડી-આરામ, આંબા ચંપા અતિ અભિરામ; ગામ પાંચસઈ તે ભોગવઈ, અતિ આનંદઈ દિન જોગવઈ. ૨૨ [૪૫] સાતમી ભૂમિતણે આવાસિ, લાખા તિહાં રહિ મન ઉલ્લાસિ; મંદિર ઉપર ધજા લહલઈ, સો દાસી તસ પાસિ રહિ. ૨૩ [૫૧] સીલતણો ગુણ તેહનઈ બહુ, રાજા-રાણા માનમાં સહુ; એક પોહોર રાખે પુરુષનઈ, લાખ ટંકા લઈ તેહનઈ. ૨૪ [૪૫]
૧. પસાર કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org