________________
મંગલકલશ રાસ
641
ત્યાહાં જઈ ફૂલ લેઈ ભાવિ કરી રે, પૂજી શ્રી વિતરાગ; પછે તે સરોવર પાલિ આવીનઈ રે, કરવો દેહ ત્યાગ. ૯ કુમરી [૪૦૯]. સાવજ વનના બહુ ત્યાહા આવચ્ચે રે, સરોવર પીવા નીર; તે વનચર ગિરિ ગવર લેઈ જયેં રે, કોમલ કુમરી સરીર.” ૧૦ કુમરી. [૪૧]. “સાંઢિ પલ્હાણી રાતિ નીસરી રે, પહિરી નર સિણગાર; રાજા-રાણી કોઈ જાણે નહી રે, નવિ જાણે પરિવાર. ૧૧ કુમરી[૪૧૧] સૂર ઉગમતઈ તે નૃપસુંદરી રે, આવી તેહ વનમાહિ; ફૂલ લઈ જિનવર નઈ ભેટવા રે, જિન મંદિર છઈ જિહાં. ૧૨ કુમરી[૪૧૨] દેવ જૂહારિની પાછી ફરી રે, નાહી નીરમલ નીર; જહિર પલાલી વન ફલ પાવરી રે, બઈઠી ચંપક તીર. ૧૩ કુમરી[૪૧૩]
૧. ઉંટીયા. ૨. સજ્જ કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org