________________
મંગલકલશ રાસ
સિદ્ધ એક નૃપને મિલ્યો, આપ્યુ ફલ શ્રીકાર; ‘રાણીનઇ ખવરાવજ્યો, ગર્ભ હુસ્સે નિરધાર.’ સિદ્ધ ગયો નિજ થાનિકિ, હરખ ધરી રાજાન; રાણીનઇ ખવરાવીઉ, પેટ રહ્યું 'આધાન.
ઢાલઃ- ૧, હમીરાની.
તે રાણીનઇ ભૂપતી, રાખઇ ભૂહિરામાહિ રાજનજી; દાસી એક પાસિ ઠવી, ખજમતિ કરઇ ઉછાહિ રાજનજી.
વાત સુણો એક અભિનવી, સુણતા અચરિજ થાય રાજનજી; રસીયા જન જે સાંભલઇ, તેહનઇ બહુ સુખ થાય રાજનજી. યતન કરઇ રાણીતણો, સુતનો જાણી લાભ રાજનજી; સોકિ ઘણી છે તેહનઇ, રખે ગલાવિ ગાભ રાજનજી. રાણી પાસિ તે રાજવી, દિનમાહિ બે વાર રાજનજી; ખબિર લેવાનિ કારણ, હૈઅડઇ હરખ અપાર રાજનજી. ચોકિ મેહલી ચિહુ દિસિ, યતન કરઇ ભલિ ભાંતિ રાજનજી; રાજા નઇ રાણીતણી, દિન-દિન અધિકી કાંતિ રાજનજી.
એક દિન રાણી વિનવઇ, ‘પૂરણ હૂઆ નવમાસ રાજનજી; પ્રાણનાથ! તુમ પુન્યથી, પૂગી મનની આસ’' રાજનજી. “બેટો કિ બેટી હુસ્યું, કરમે લિખ્યું ફલ જેહ રાજનજી; પણિ વધામણી સુતતણી, મોકલજ્યો ધરી નેહ’” રાજનજી. દાસીનઇ નૃપ સીખવી, દેખાડજ્યો સુવિવેક રાજનજી; કુમરીતણી બે આંગલી, કુમર ભણી ભલી એક’’ રાજનજી.
૧. ગર્ભાધાન. ૨. ગર્ભ.
Jain Education International
For Personal & Private Use Only
૧૧ [૩૭૭]
૧૨ [૩૭૮]
૧ [૩૭૯]
૨ [૩૮૦]
૩ [૩૮૧]
૪ [૩૮૨]
૫ [૩૮૩]
૬ [૩૮૪]
૭ [૩૮૫]
૮ [૩૮૬]
637
www.jainelibrary.org