________________
634
જ દીતિવિજયજી કૃત
દેસ-પરદેસણા જનવૃંદ, જોવા આવે ધરી આણંદ; જે દેખીનઈ કરઈ વખાણ, તેહવુ કરજ્યો ચતુર સુજાણ.” ૧૫ [૩૫] રાજા પહિરી સવિ સિણગાર, સવિ રાણી સાથિ પરિવાર; આવી બેઠો મંડપ તલઈ, ઈંદ્રભુવન આવ્યું ભૂ-તલઈ. ૧૬ [૩૫૧] મોટા મૂછાલા ભૂપતી, ચોકી કરઈ તે નિજ ખજમતી; તતખિણ તિહાં તેડાવિ પાત્ર, મંડાવે જોવાની યાત્ર. ૧૭ [૩૨] સ્પે ડી ગણિકા જેહ, હુ નાચી જાણે તે; તેહનિ રાજા શે આદેશ, “નાચો નવલો પહિરી વેસ.” ૧૮ [૩૫૩] કંચુક કસીયા ભીડઈ અંગિ, નાટક કરવાનો બહુ રંગ; પાએ ઘૂઘરના ઘમકાર, ઝાંઝરનો રિમઝિમ ઝણકાર. ૧૯ [૩૫૪] આવી નૃપનઈ કરઈ પ્રણામ, નિજ ગુરુનું તિહાં લેઈ નામ; ત્યાહાં કિણ માંડઈ નાટારંભ, ઇંદ્ર આગલિ જિમ નાચઈ રંભ. ૨૦ [૩૫૫] મધુરા વાજિ આઠ મૃદંગ, નાચે પાત્ર તિહાં મનરંગ; તાલ વીણા નઈ વલી વાંસલી, સરણાઈ “નફેરી વલી. ૨૧ [૩પ૬] ધપમપ ધ ધાં મદલ નાદ, આલપે હુસેની નાદ; કોકિલ સરીખો જેહનો સાદ, રંભ સરિસો કરણ્યે વાદ. ૨૨ [૩૫૭] થઈ થઈકાર કરતી રમઈ, ઝાંઝરડા પગે રિમ-ઝિમ ઝમઈ; કપરી અચિ બાંધિ એકણિ દિસિ, તિહાં રાણી દેખી ઉલ્લસિ. ૨૩ [૩૫૮] રાજા ભોજ દિઈ અતિ હસી, રાણી ધન આપે મન ખુસી; લાખ સોનઈઆનો વ્યય કરી, રાજા મંદિર આવ્યો ફિરી. ૨૪ [૩૫] બીજે દિન પિણ વાડીમાહિ, જિમી કરીનઈ મનિ ઉછાહિ; ---------------------------------- ૨૫ [૩૬]
૧. ખીજમત, સેવા. ૨. નાનો ઢોલ. ૩. કાફી થાટમાંથી ઉત્પન્ન થતો રાગ. ૪. પડદો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org