________________
મંગલકલશ રાસ રમ
633
“ઉસઠ-વેસડ કીધા ઘણા, આરાધન કીધા સુરતણા; આરાધી વલી કુલદેવતા, પણિ નવિહુઓ સુત સેવતા. ૪ [૩૩૯] તેહ નિમિત્ત ધન ખરચ્ય બહુ, સુતની વાંછા કરઈ તે સહુ; સુત કારણ બહુલા ઉપચાર, નિત્ય કરઈ નારી-ભરતાર. ૫ [૩૪૦] ઈમ કરતા હુઆ વરસ બાર, રાજા વૃધ્ધ હુઓ તેણીવાર; રાતિ મધ્ય નિદ્રા પરિહરઈ, પુત્રતણી ચિંતા મનિ ઘરઈ. ૬ [૩૪૧] મનમાહિ ચિંતિ રાજાન, કોઈ રાણીનઇ ન હુઉ સંતાન; ધને કરી બહુ ભર્યા ભંડાર, દ્રવ્યતણો નવિ લાભઈ પાર. ૭ [૩૪૨] કૃપણપણુ હવિ નવિ આદ, તે ધન કાઢીનઈ વાવરુ; રાણી સઘલીનઈ સિણગાર, પહિરાવું મુગતાફલ હાર. ૮ [૩૪૩] રાણીનઈ નિત નવલા વેસ, ‘વડી રાણીનિ વલી વિશેષ; દાન દેઉ મન ધરી ઉછાહિ, માનવભવનો લેઉ લાહ. ૯ [૩૪] ચતુરાઈ તે તેમની ખરી, જસ ઉપરી જઈ ધન વ્યય કરી; ઈમ ચિંતવતા ઉગ્યો સૂર, તવ વાગા મંગલ વર તુર. ૧૦ [૩૪૫] રાજાઈ તેડ્યો પરધાન, દીધુ તસ બહુ આદર માન; લાખ એક સોનઈ સાર, નિત કાઢો મ મ કરયો વાર. ૧૧ [૩૪૬]. વાડીમાહિ જિનનો પ્રાસાદ, ઉચો ગગનસુ માંડે વાદ; શ્રી ઋષભદેવની મૂરતિ તિહાં, પૂજા રચાવો દિન પ્રતિ તિહા. ૧૨ [૩૪૭] દલવાદલ નામે સુવિસાલ, ડેરા તણાવો રંગ રસાલ; અતિ ડી તિહાં રચના કરો, આસન બUસન તિહાં વલી ધરો. ૧૩ [૩૪૮] ફૂલ પથરાવો તિહાં વલી ઘણા, અગરતણા માંડો ધૂપણા; બાંધો મોતીના ઝૂમણા, રંગઈ ૫ઈ રલીઆમણા. ૧૪ [૩૪૯]
૧. ઔષધ=ઉપચાર. ૨. મોટી, મુખ્ય. ૩. તંબુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org