________________
630
દીપ્તિવિજયજી કૃતા
કેસરીઓ રે અંગિ વાગો બન્યો, કસતૂરી મહકાય સુનયની; ફૂલ ચંબેલી હો પહિર્યા અતિ ઘણા, સહજે સકોમલ કાય સુનયની. ૨ સુંદરી. [૩૧૪] ધનદત્ત સુતને હો તેણીઈ ઓલખ્યો, “એ સહી મુઝ ભરતાર સુનયની; પૂરવ પૂજે હો એ આવી મિલ્યો, હવિ મુઝ તુઠો રે કિરતાર” સુનયની ૩ સુંદરી. [૩૧૫] ધનદત્ત સુત હો તિહાં ઉભો થઈ, કીધો તેહમિ પરણામ સુનયની; મંગલકલસઈ હો તે નવિ ઓલખી, નૃપનંદિની અભિરામ સુનયની. ૪ સુંદરી. [૩૧૬]. નિસાલીયાને સવિ ભોજન ભણી, માંડ્યા સાદા રે થાલ સુનયની; મંગલકલસને તેણીઈ મંડાવીલ, ડું "રયણ રે થાલ સુનયની. ૫ સુંદરી[૩૧૭] બાજોઠ માંડ્યો રે સાવ સોવનતણો, તે પ્રીસઈ પકવાન સુનયની; જિમી કરીનઈ તે સવિ ઉઠીયા, દીધા ફોકલ પાન સુનયની. સુંદરી. [૩૧૮] નીસાલીયા પ્રતિ દીધી પાઘડી, ધનદત્તસુતન સિણગાર સુનયની; વાગો આપ્યો હો અતિ ઘણ-મૂલનો, આપ્યા વલી અલંકાર સુનયની. ૭ સુંદરી. [૩૧] નીસાલીયા હો સવિ ઝાખા થયા, દેખી પતિનો રે ભેદ સુનયની; પિણ કુમારની લાજઈ બોલી નવિ સકિ, આણ્યો મનમાહિ ખેદ સુનયની. ૮ સુંદરી. [૩૨૦]. પિંડ્યાનઈ હો કહિ નૃપનંદિની, તેહનઈ તેડી રે એકાંતિ સુનયની; વાત અનોપમ સુણવા મુઝ ઘણી, સરસ કથાની રે ખાંતિ સુનયની. ૯ સુંદરી. [૩૨૧] તે માટિ હો ભટજી! તુમ સુણો, ઘો કોઈ છાત્રનઈ આદેસ સુનયની; મોહનગારી રે દેશ-પરદેસની, કહાણી સુણાવિ સુવિસેસ સુનયની. ૧૦ સુંદરી[૩૨]. બે-ત્રણ્ય છાત્રનઈ પંડિતજી કહિ, “કહો તુમે કથા રે સુસવાદી સુનયની; તે બોલ્યા હો મુખિ ત્રટકી કરી, આણી મનિ રે ઉન્માદ સુનયની. ૧૧ સુંદરી[૩૨૩].
૧. પાઠા, પાનું. ૨. પંક્તિનો, પંગતનો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org