SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ રમ 629 દૂહીઃસુંદરી સિહસામંતને, તેડીને સુવિચાર; ધન આપીનઈ લીજીઈ, એ પાચઈ તુખાર.” ૧ [૩૦૫]. સિહ વદિ “સુંદરી! સુણો, નાપઈ બાલક તે; જિમ-તિમ તસ મન રીઝવી, લેસ્ય ઘણે સનેહ. ૨ [૩૦૬] સુંદરી કહિ સામંતનઈ, “સુણજ્યો વયણ રસાલ; ઉજેણી નગરીતણી, જમાડીઈ નીસાલ. ૩ [૩૦] ધનદત્તનો સુત આવસ્ય, દસ્યુ આદર માન; ઘોડા લેસ્યુ રીઝવી, આપી તસ બહુ દાન.” ૪ [૩૦૮] જિમણ સજાઈ સહુ કરી, બાંધ્યા મંડપ ખાસ; ફૂલ રચાવ્યા અતિ ઘણા, જાણે દેવ આવાસ. ૫ [૩૯] સિંહ સામંત નઈ મોકલ્યો, “નૂતરવા નીસાલ; પિંડ્યા સહિત સહુ આવયો, ભોજન નઈ સુવિસાલ. ૬ [૩૧] ભોજન વેલા અવસરઈ, પહિરી સવિ સિણગાર; મંગલ આવ્યો મલપતો, છોકરા નઈ પરિવાર. ૭ [૩૧૧] મોહલથી તે ઉત્તરી, સુંદરી સવિ પરિવાર; નિસાલીયા સવિ નિરખવા, હૈયડે હરખ અપાર. ૮ [૩૧૨] ઢાલઃ - ૧૩, રસીયાની- દેશી. સુંદરી આવઈ હો નિજ પીઉ નિરખવા, પહિરી પુરુષનો વેસ સુનયની; સિર પરિસોઈ હો પંચરંગ પાઘડી, કલગ વિરાજઈ રે વિસેસ સુનયની. ૧ સુંદરી. [૩૧૩] ૧. પાઠા, પૂલ. ૨. આમંત્રણ આપવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy