________________
626
જ દીતિવિજયજી કૃતા
કુમરી કર જોડી કહી, “ઘો મુઝને નર-વેસ; કાંઇક મોટિ કારણિ, હું ચાલીસ પરદેસ.”
૧૨ [૨૮૨] રાજા સિંહ સામું જૂઈ, એ સૂં બોલે બાલી; સિહ ભણે “સ્વામી! સુણો, એ ન્યાય વયણ સુરસાલ.” ૧૩ [૨૮૩] પુત્રી હુઈ રાજાણી, પહિરી પુરુષનો વેસ; નિજ કુમરીને ઇમ ભણે, “જોજ્યો દેશ વિદેસ.”
૧૪ [૨૮]. સિંહ સામંત સાથિ દીઓ, દીધા ધન ભંડાર;
ડી પરઈ એ રાખજ્યો', વલી દીધા અસવાર. ૧૫ [૨૮૫]. ઢાલ - ૧૨, ઘરી આવોજી આંબો મોહરીઓ- એ દેશી.
રાજકુમારી સુભ મુહૂરતઈ, પહિરી પુરુષનો વેસો રે; તાત-જનની પાય લાગીનિ, સિદ્ધિ કરી પરદેશો રે. ૧ રાજ. [૨૮૬] કુમરી કોઈ જાણઈ નહી, એક જાણઈ સામંતો રે; સૂરવીર નઈ સાહસી, ગિરુઓ નઈ ગુણવંતો રે. ૨ રાજ [૨૮૭] સિરબંધ સોહિ સોનાતણો, ગલિ મોતીની માલો રે; ઢાલ જ મેહલી ઢલકતી, નાનડીઓ સુકુમાલો રે. ૩ રાજ. [૨૮૮] તરગસ બહુ તીરે ભર્યુ, સોનેરી તરવારો રે; લાલ કબાણ હાથિ ઘરી, મોહિ રહ્યા નર-નારી રે. ૪ રાજ[૨૮]. નીલડે ઘોડે તે ચઢ્યો, નીલો વેસ બનાઈ રે; સામંતનઈ આગલિ કર્યો, ભલી વાગી સરણાઈ રે. પ રાજ[૨૯] કાળા કરતા મજીઠીયા, ગલિ ઘૂઘરરી માલો રે; મન માની ભુઈ ચાલતા, એકન લાગિ તાલો રે.
૬ રાજ. [૨૯૧]
૧. સિધાવી= ગઈ. ૨. ધનુષ. ૩. એક જાતના વસ્ત્રનો. ૪. કચ્છના. ૫. કરભ=ઉટ. ૬. લાલ રંગના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org