________________
મંગલકલશ રાસ
615
દેહ ચિંતા મુઝ ઊપની', વલી ઉઠ્યો જેણીવાર; તે પિણ સાથે ઉતરી, દાસીનઈ પરિવાર.
૧૧ [૧૧] કહિ મંગલ “સુણો સુંદરી!, ઝારી આપો હાથિ; લાજ ઘણી મુઝ ઉપજઈ, જો તુમેહ આવો સાથિ'.
૧૨ [૧૯૨] ચ્ચાર ઘડી રજની ગઈ, તવ તે નાસી જાય; જિહાં ઘોડા-રથ આપણા, તિહાં તે ભૂલો થાય.
૧૩ [૧૯૩] ઢાલઃ - ૭, કોઈલો પુરબત ધંધલો રે લોલ- એ દેસી. છડે રે પીયાણે ત્યાંહા થકી રે લાલ, મન ધરતો ઉછાહ રે સુગુણનર; ઘોડા-રથ લેઈ કરી રે લાલ, આવ્યો ઉજેણીમાહિ રે સુગુણનર. ૧ [૧૯૪] મંગલકલસ ઘરિ આવી રે લાલ, ગુણહતણો ભંડાર રે સુગુણ; તેહનઈ કુણિ નવિ ઓલખ્યો રે લાલ, પ કલા અંબાર રે સુગુણ૦. ૨ મંગલ. [૧૯૫] પોતાના મંદિરકને રે લાલ, આવ્યો તે જેણીવાર રે સુગુણ; ધનદત્ત સાત ચિત્તવે રે લાલ, “એ કુણ રાજકુમાર?” રે સુગુણ૦. ૩ મંગલ૦ [૧૯૬]. તતખિણ રથથી ઉતરી રે લાલ, પાય તે લાગો જામ રે સુગુણ; ધનદત્ત સાહિ ભીડીઓ રે લાલ, ઉલખીઓ સુત નામ રે સુગુણ૦. ૪ મંગલ. [૧૯]. માતાનઈ વલી જઈ મિલ્યો રે લાલ, વરસે આંસુ ધાર રે સુગુણ; હરખિ બોલી નવિ સકિ રે લાલ, માતા તેણીવાર રે સુગુણ૦. ૫ મંગલ. [૧૯૮] હરખ્યા તે મનિ અતિ ઘણુ રે લાલ, નારી નઈ ભરતાર રે સુગુણ; કિમ ન જાણઈ આપણું રે લાલ, કિ જાણઈ કિરતાર રે સુગુણ૦. ૬ મંગલ. [૧૯૯] ઘોડા બાંધ્યા પાયગિ રે લાલ, રથ મેહલ્યો સુભ કામિ રે સુગુણ; ધનદત્ત સાહનઈ ધન સુપીઉ રે લાલ, ભણવા બેઠો તામ રે સુગુણ૦. ૭ મંગલ. [૨૦]
૧. પ્રયાણક. ૨. ભંડાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org