________________
મંગલકલશ રાસ
611
૧૧ [૧૫૬]
૧૨ [૧૧૭]
૧ [૧૫૮]
૨ [૧૫૯]
આડંબર સબલો કરી, માડ્યો મોટો જંગ; હવિ વર જોવાનિ કારણિ, સહુનિ મન ઉચ્છરંગ. નવરાવી નિજ હાથણ્યું, પહિરાવી સિણગાર;
હરિ પધારાવિ કુમરનઈ, સાથે સહુ પરિવાર. ઢાલઃ - ૬, મધૂકરની.
વાત સુણી મનિ હરખીઓ, સુરસુંદર રાજાન લલના; વર જોવાનિ કારણિ, મોકલ્યા નિજ પરધાન લલના. મસ્તક મુગટ હીરે જડ્યો, કંઠિ એકાઉલિ હાર લલના; કરણાભૂષણ ઝલહલઈ, બાજૂ બંધ મનોહાર લલના. હાથિ સોવન સાંકલી, મણિમય જડિત જડાવ લલના; અંગિ વાગો વિરાજતો, કેસરમેં ગરકાબ લલના. નીલી પટોલા પહિરણે, પહિરી સવિ સિણગાર લલના; ચરણે નેઉર રણઝણે, ઘૂઘરના ઘમકાર લલના. નારી કુમરને વેગી વધાવીઓ, મોતીડે ભરી થાલ લલના; ગોરી ગાવે સોહલો, નાનડલી સુકમાલ લલના. નર-નારી મોહી રહ્યા, દેખી કુમારનું નૂર લલના; સાહમુ જોઈ કોઈ નવિ સકિ, જાણે ઉગ્યો સૂર લલના. સાજન સવિ જન નૂતરી, જેમાડી ભરપૂર લલના; ફોફલ પાન દીઈ ઘણા, વાજઈ મંગલ સૂર લલના. ઘોડા-હાથી સજ કરી, જુગતિ ચલાવિ જાન લલના; સ્ત્રી પરિ ધન વાવરઇ, મન હરખે પરધાન લલના.
૩ [૧૬]
૪ [૧૬૧]
૫ [૧૬૨]
૬ [૧૬]
૭ [૧૬]
૮ [૧૬]
૧. આનંદોત્સવ. ૨. ચૂડલો. ૩. પોશાક. ૪. ડૂબાળેલ. ૫. પાઠા
સૂર. ૬. આમંત્રણ આપીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org