________________
મંગલકલશ રાસ
609
હઠ કરી નૃપ સુંદરઈ, નિજ પુત્રી ગુણવંત હો મંગલ; દીધી મુઝ નંદન પ્રતિ, તે કઈ બહુ રોગવંત હો મંગલ. ૧૫ [૧૩૫]. વલી આરાધી ગોત્રજા, જાપિ આવી તેહ હો મંગલ; તિણાઈ તુઝને આણીઓ, મુઝ ઉપરિ ધરી નેહ હો મંગલ૦. ૧૬ [૧૩૬] એ કન્યા પરણી કરી, મુઝ સુતને ઘો સાર હો મંગલ; પાએ પડું મીનતિ કરું, એ કરો તમે ઉપગાર” હો મંગલ. ૧૭ [૧૩૭] મંગલકુંભ વલતુ વદિ, “એ નહિ ઉત્તમ કામ હો મંગલ; પરણીનઈ કિમ દીજીઇ, કન્યા ગુણનું ધામ” હો મંગલ૦. ૧૮ [૧૩૮] રોસ કરીનઈ મંત્રવા, હાથિ ગ્રહી તરવાર હો મંગલ; નહી પરણે તો મારપું, કુણ કરત્યે તુઝ સાર?” હો મંગલ૦. ૧૯ [૧૩] ઉજેણી દૂરિ રહી, કિહા મારો પરિવાર? હો મંગલ; સીહ સબલ પિણ સાંકલ્યો, કિસ્યો કરઈ ઉપચાર? હો મંગલ૦. ૨૦ [૧૪] ભવિતવ્યતા યોગિ કરી, હું આવ્યો એણિ દેસ હો મંગલા; આકાશવાણી સાંભરી, તિણે કરી સુવિલેસ’ હો મંગલ૦. ૨૧ [૧૪૧] મંગલ કહિ “મંત્રી! સુણો, એ નહી ઉત્તમ કામ હો મંગલ; પણિ તુમ પ્રતિ ચાલે નહી, તુમને કીજે પ્રણામ હો મંગલ૦. ૨૨ [૧૪૨] કર મેલાવણ રાજવી, જે મુઝને ઘે દાન હો મંગલ; ઘોડા-હાથી-રથ ભલા, બીજી વલી વસ્તુ વાન હો મંગલ૦. ૨૩ [૧૪૩] એ તુમે મુઝને આપયો, તો તુમ કરસ્યુ કામ જ હો મંગલ0; ઉજેણીનિ મારગિ, એ તમે મુક્યો રાજ્ય’ હો મંગલ. ૨૪ [૧૪] તવ મંત્રી હરખિ કરી, કીધુ વયણ પ્રમાણ હો મંગલ;
વિચિમાહિ ઘાલી ગોત્રજા, તે છઈ ચતુર સુજાણ હો મંગલ. ૨૫ [૧૪૫] ૧. પાઠા ૦ કીજઇ. ૨. પાઠ ૦ ઋાનું૩. પાઠા ૦ નેજા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org