SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 603 બીજઈ દિન તે દેવતા રે, આવી રહી તસ પાસ સોભાગી; કહો કિણે કારણિ મુઝ સમરી?, બોલા મનને ઉલ્લાસિ સોભાગી.. ૩ [૭૭], મંત્રીસર કહે “માતજી! રે, તમે જાણે સવિ વાત સોભાગી; રોગ રહિત બેટો કરો, દેહી આણો ધાત સોભાગી.. ૪ [૮] ચૌદ પછેડી દિન પ્રતિ રે, ભીની રહિ દિન-રાતિ સોભાગી; રગત-પિત્ત વ્યાપ્યો ઘણુ રે, રોગની વિસમિ જાતિ’ સોભાગી.. પ [૩૯]. પરભવિ એણે જીવડાં રે, કીધા કરમ અઘોર સોભાગી; કરમ ન છૂટિ દેવતા રે, જીવનઈ કરમનું જોર’ સોભાગી.. ૬ [૮] કર જોડી કરું વિનતી રે, લલી લાગુ પાય સોભાગી; લગન લીધું દિન સાતમઈ, તેહનો કરવો ઉપાય સોભાગી.. ૭ [૪૧] છો નઈ રલીયામણો રે, જાતિવંત ગુણવંત સોભાગી; એવો વર તુમે આણજ્યો, જિમ દુરજન ન હસંત સોભાગી.. ૮ [૪૨] રાજકન્યા પરણાવીને, આણમ્યું મંદિરમાહિ સોભાગી; પછે કલ-વિકલ કરી કાઢસ્યું, હનિ ‘સાહી બાહિ” સોભાગી. ૯ [૪૩] વલતુ કુલદેવતિ વદઈ રે, “સુણિ તુ સુબુધિ પ્રધાન! સોભાગી; ચાંપા પુરવ દિસિ, ચંપકનામિ ઉદ્યાન સોભાગી.. ૧૦ [૮૪]. ઘોડા-સાખિ રાઉલા, તેહતણા રખવાલ સોભાગી; તે પાસિ તુમે જાણો , નાનડીઓ સુકુમાલ સોભાગી.. ૧૧ [૮૫] તાઢિ થરહર પૂજતો રે, સુંદર કોમલ કાય સોભાગી; મંદિરમાહિ લ્યાવજ્યો, એ કહ્યો તુમનિ ઉપાય” સોભાગી.. ૧૨ [૮૬] ઇમ કહિની ગોત્રજ વલી, હરખ્યો સુબુદ્ધિ પ્રધાન સોભાગી; વીવાહના કારણ ભણી, મંડપિ રચિ અસમાન સોભાગી.. . ૧૩ [૮] ૧. મૂળ સ્વરુપ. ૨. પકડીને. ૩. હાથ. ૪. અશ્વપાલક. ૫. રાજાના. ૬. ઠંડીથી. ૭. ગોત્રદેવતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy