SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ 600 જે દીપ્તિવિજયજી કૃતા માલી વાડી માહિથી, ફલ આપ્યા શ્રીકાર; મંગલ મનમાં હરખીઓ, પહિરી ચંપકહાર. ૧૦ [૫૦] જિનવરની પૂજા રચી, માંડી મોટુ થાલ; જિમવા બેઠા બેઠું જણા, બાપ-બેટો સુરસાલ. ૧૧ [૫૧] હરિ મંગલકલસ કુમાર તે, નિત-નિત વાડીમાહિ; ફૂલ લ્યાવિ અતિ ફૂટરા, મન ધરતો ઉછાણિ. ૧૨ [૨] ઈમ ધરમ કામ કરતા થકાં, દિન-દિન અધિકો વાન; આગલિ અરિજ ઉપજિ, તે સુણજ્યો સાવધાન. ૧૩ [૫૩] આગલિ ઘણી રલીયામણી, વાત ઘણી રંગરોલ; સાંભલતા ચતુરા મનિ, ઉપજઈ અધિક કલ્લોલ. ૧૪ [૫૪] ચોપાઈ - ભરત ખેત્ર તિહાં ચંપાપુરી, ઘણ-કણ-કંચણ સુભરે ભરી; રાજા તિહાં સુરસુંદર નામ, રાજ્ય કરઈ જાણે શ્રીરામ. ૧ [૫૫]. ગુણે કરીનઈ અતિ અભિરામ, રાણી ગુણાવલી જેનું નામ; સ્વપ્નમાહિ તે નિજ ઉત્સગિ, કલ્પવેલિ દીઠી મનરંગિ. ૨ [૫૬] દેખીનઈ જાગી તતકાલ, તિહાં આવી છઈ જ્યાંહિ ભૂપાલ; રાજાને તે વાહલી ઘણુ, વયણ કહિ તે નલીયામણું. ૩ [૫૭]. “સ્વામી! સુપન તણો સુવિચાર, મુઝનિ કહયો પ્રાણ-આધાર'; રાજા કહિ ‘સુપન પરિમાણ, પુત્રી હોસ્પઈ ગુણની ખાણિ. ૪ [૫૮]. નવ માસે તે પુત્રી જણી, આસ્યા પૂગી માતાતણી; દિવસ બારમાં અતિ અભિરામ, રૈલોક્યસુંદરી દીધું નામ. ૫ [૫૯] ૧. સુંદર. ૨. જન્મ આપ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy