________________
48
આ કૃતિ દર્શન
રાજમંદિર મુહતા ઘરે, કોઈ ન આવે ધાય લાલ રે; જણનું જગદીસ રુઠો હવે, તે મંદિરમેં જાય લાલ રે.” [૨૮૦] કહે કુંવરી “જોવા જઈ, પછે દેજ્યો ઓલંભ લાલ રે; સખિ જાય જોયો તિસે, દેખિ કોષ્ટી અચંભ લાલ રે.” [૨૮૧]. લગ્નની રાત્રીએ સખીઓના ઓલંભા ઉમેરીને કવિશ્રીએ પ્રસંગને સરસ અને માદક બનાવ્યો છે.
જ લક્ષ્મીહર્ષજી એ કાવ્યવધૂને વિવિધ અલંકારોથી મંડિત કરીને તેની સુંદરતા અનેક ગણી વધારી છે.
જ “ઝુર-ઝુર પીંજર હુઈ દેહડી રે, આંખ્યા તો આવણ લાગી નીલ રે; તોહી નવી દીઠો કીહાં કિકલો રે?, હીવડો નહિ ફાટે મોહી રહ્યો સીલરે.” [૧૬]
મંગલકલશનું અપહરણ થયા બાદ પુત્ર-વિયોગથી માતાનું હૃદય વ્યથિત થઈ ગયું છે. વિયોગમાં ઝૂરી-ઝૂરીને માતાનો દેહ પીંજર બની ગયો અને એટલું બધું રડ્યા કે આંખોમાં લીલ આવવા લાગી છે. અહીં અતિશયોક્તિએ વિરહ વેદનાને વધુ તીવ્ર બનાવી છે.
જ “ચંદાને મન રોહિણી વસી, તીમ બીજી હો કાંઈ ન આવે દાય કે; ચાતુક જલહર મન વસે, પાણિ બીજો હો ન પીયે જાય છે. [૫૮૬] ગજ સમરે રેવા નદી, કોઈલને હો વાલો માસ વસંત કે; હરને મન ગંગા વસી, કેકેઈને હો વાલો ઘન ગાજંત કે. [૫૮૭]. હરને વાલી રાધીકા, મોતીમેં હો વાલ્હી બાંગરી જોય કે; ધરને વાલ્યો મેહુલો, હીયાને હો વાલો હાર જ હોય છે.” [૫૮૮]
મંગલકલશ અને રૈલોક્યસુંદરી વચ્ચેના પ્રીતિના સંબંધો વધુ ગાઢ દર્શાવવા ઉપમાઓની હારમાળા પ્રયોજી છે.
જ કવિશ્રીએ ઉપમાઓ તો ઠેર-ઠેર પ્રયોજી છે. તેમાંની કેટલીક સરસ ઉપમાઓ જોઈએ4 “આણ વહે છે સહુ કી ઈસી, પરમેસ્વરને પ્રણમે તીસી.” [૧૮]. ઉજ્જૈની નગરીમાં વેરસિંહ રાજાની આજ્ઞા લોકો પરમેશ્વરની આજ્ઞાની જેમ શિરોમાન્ય કરે છે. કે “રાણિ સોમચંદ્રા મનવસી, વાલી રાય આંખ કીકી જીસી.” [૧૯]
રાજાને રાણી પર આંખની કીકી જેવો પ્રેમ હતો. અહીં ઉપમાએ રાણી સાથે રાજાની એકમેકતા અને સુમેળ દર્શાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org