SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંગલકલશ રાસમાલા એક 49 ૬ બાલક વધે બીજ ચંદ્ર ક્યું રે, તેજે સૂર દીપંત” [૬૨] બાલ મંગલકલશની વૃદ્ધિ બીજના ચંદ્ર સાથે સરખાવ્યા પછી તરત જ તેના તેજને સૂર્ય સાથે સરખાવવા દ્વારા તેની પ્રબળ પુન્યવૃદ્ધિને વ્યંજિત કરી છે. કે “ઉમાહ્યો મિલવાતણો, જ્યે ચકવીને ભાણ.” [૨૪૪]. મંગલકલશના મનમાં માતા-પિતાને મળવાનો ઉમંગ, ચકવીને સૂર્યને મળવાના ઉમંગ સાથે સરખાવીને મંગલકલશની તાલાવેલી દર્શાવાઈ છે. ૬ “તે દેખી મન તુલસ્યો રે, જેહવો ગંગા તરંગ.” [૩૭૨] પિતાએ જમાઈને આપેલા પાંચ અશ્વો જોઈને રૈલોક્યસુંદરીના અંતરમાં (હવે આ નિશાની પરથી પતિ સંગમ થશે એવું વિચારીને) આનંદ ઉછળ્યો, જેમ ગંગામાં તરંગ ઉછળે! આનંદને તરંગની ઉપમા સાથે રૈલોક્યસુંદરીને આપેલી ગંગાની ઉપમા તેની પવિત્રતાના દર્શન કરાવે છે. કે “મંગલકલશ દેખિ કરી, પ્રગટ્યો આણંદ પુર; રીણમે ઝંઝી ઉતરે, ખુસી થયો જીમ સૂર.” [૩૮૨]. રાજકુમારના વેષમાં રહેલી ગૈલોક્યસુંદરીએ મંગલકલશને જોયો ત્યારે રણભૂમિમાં યુદ્ધ કરીને વિજયી બનેલા શૂરવીર જેવો આનંદ પ્રગટ્યો. અહીં ઉપમાના નિરૂપણ દ્વારા કવિશ્રીએ મંગલકલશને શોધવામાં રૈલોક્યસુંદરીએ ઉઠાવેલી જહેમત દર્શાવી છે. કે “ગયવર ગાજતા દીસતા, જેમ પહાડ ચાલે.' [પ૨૫]. ચડાઈ લઈને આવેલા સીમાડાના રાજાઓ પર મંગલકલશ ત્રાટકે છે ત્યારે આગળ વધતા ગજરાજો પર્વત જેવા લાગે છે. ગજરાજોની પર્વત સાથેની સરખામણીમાં ઊંચાઈ, શ્યામ વર્ણ અને દ્રઢતા સમાન ધર્મો છે. આ કવિશ્રીની કલ્પનાઓ ઉ...ક્ષાની આરસીમાં સુપેરે પ્રતિબિંબિત થઈ છે. “તિહાં મોટા જિનહર પ્રસાદ, સ્વરગ સમોવડ માંડે વાદ.” [૧૪]. કે અરીયણ બીહતા નાસી ગયા, વનમાંહે જઈ તે તાપસ થયા.” [૧૭] “વેદન વીછોડાતણી, જાણે લાગો તીર.” [૪૭૬]. # “મંગલકલશ દીપતો રે, ઉગો જાણે સૂર.” [૪૯૬] કે બોલતા વેણ ક્યું ગેઈણ ગાજે.” [૨૪] વગેરે... આ પ્રસ્તુત રાસમાં રાજસ્થાની ભાષાના ષષ્ઠીના પ્રત્યયો વપરાયા છે. દુઃખીયાના > દુખીયારા, કોઈની > કણરી, રાસનો > રાસ ભરો વગેરે.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy