________________
શ્રી મંગલકલશ રાસમાળા રે
શિખામણો
રાણી ગુણાવલી કુંયરી ભણી કહે રે, “સાંભલ બેટી! વાત; તુઝ વિરહ મુઝ તન પરજલે રે, પ્રજલે સાતે ધાત.” [૪૭૭] છાતી ભીડી બેટીસું કહે રે, મેલી ઘણોઈ નીસાસ; પૂત્રી-વીછોકો માતને દોહીલો રે, જીમ મેહલા ઘરવાસ. [૪૭૮]. માત વીસારું બેટી મત કરે રે, મેલાવો વહીલા સંદેશ; તે તોઉ દિન મુઝને આવે સહી રે, ભાજસી કોડ કલેસ. [૪૭૯] સાજન આવ્યા સામી આવો રે, દેજ્યો આદર માન; વાત જ પૂછે આપણા ઘરતણી રે, જીમ મુજ વાધે વાન. [૪૮૦] એ મંદિર એ માલિયા રે, ખેલતી હુંતિ દિન-રાત; તે થાનક મુઝને સાલસીજી, દેખી-દેખી પરભાત. [૪૮૧] સાસુ-સસરાનો કહ્યો માનજે રે, મતી કરજ્ય અભીમાન; સાસુ પહિલી તું ઉઠજે રે, જ્યે તુઝ વાધે વાન. [૪૨]. દેવ-ગુરૂની સેવા સાચવે રે, દેજે સુપાંતર દાન; પરનંદ્યા તું દુરે ટાલજે રે, જ્યુ પામે બહુમાન. [૪૮]. આપ પરાયો સરીખો ત્રેવડે રે, મ કરે કીણનું પરપંચ; બેન સુહામણી રુડા માનજ્યો રે, નાણે મનમેં ખલખચ.” [૪૮૪] અહીં આ શિખામણોના બહાને માતૃહૃદયની પુત્રી પ્રત્યેની લાગણીઓ પ્રવાહિત થઈ છે. જ મંગલકલશને સ્થાને કોઈ કોઢીને અંદર આવેલો જોઈને રૈલોક્યસુંદરી બહાર આવી જાય છે
ત્યારે
જે સુખ લહે ઈણ સમે, તેસો એ અવસર થાય લાલ રે; નાહ જોવે તુઝ વાટડી, મ્યું ઊભી પીછતાય લાલ રે. [૭૭] કુંવરી સખિયાનું કહે, મેં બોલોની બોલ વિચાર લાલ રે; કંત નાયો મુઝ મંદિરે, કોઈ કોષ્ટી આયો ઈણ વાર લાલ રે. [૨૭૮] બાઈ! તું ઉંઘાલ કી?, ચમકી ઉઠી એમ લાલ રે; કંત તુમારો આગલો, પહુતો મંદિર તેહ લાલ રે. [૨૭૯]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org