________________
મંગલકલશ રાસ રે
595
તિણિ કારણ ભવિયણ તુમે, સુણજ્યો સરસ સંબંધ; આલસ અંગિ પરહરી, મુકી ઘરના ધંધ.
૯ [૯] ભણતા સાંભળતાં થકા, કરતા બહુ વખાણ; દિન-દિન દોલિત સંપજઇ, જય લચ્છી કલ્યાણ.
૧૦ [૧૦]. કુણ નયરી? કુણ દેશમા?, કીધા ઉત્તમ કામ; સાવધાન થઈ સાંભલો, જિમ પામો સુખધામ.
૧૧ [૧૧] ઢાલ - ૧, રાગ- કાફી, અલબેલાની.
જંબૂદ્વીપમાં જાણીઈ રે લાલ, દખિણ ભરત અભિરામ સુખકારી રે; તિહાં માલવદેશ વખાણીઈ રે લાલ, દૂબલાનો આધાર સુખકારી રે. ૧ [૧૨] ગિરુઓ મોહન માલવો રે લાલ, સવિ દેસનો રાજાના સુખ; નદી ય નિવાણ જિહાં ઘણા રે લાલ, ઉપજઈ બહુલા ધાન સુખ૦. ૨ ગિરુઓ. [૧૩]. જિહાં જિનવરના સુંદર રે લાલ, મોટા સોહિ પ્રાસાદ સુખ; કલસ-ધજા કરી સોભતા રે લાલ, ઉંચા ગગનમ્યું માંડઈ વાદ સુખ૦.૩ ગિરુઓ. [૧૪] ધરમસાલા ઘણી દેસમાં રે લાલ, સુખ પામે અણગાર સુખ; પુન્યવંત શ્રાવક જિહાં ઘણા રે લાલ, સુધા સમકિત ધાર સુખ૦.૪ ગિરુઓ. [૧૫]
ભાર-અઢાર તરવરતણી રે લાલ, ફૂલી રહી વનરાય સુખ૦; નિત વરસાલો જાણીએ રે લાલ, સરસ ઘણા અચરાય સુખ૦. પ ગિરુઓ[૧૬] નગરી ઉજેણી જાણીઈ રે લાલ, અમરાવતી અવતાર સુખ૦; સુખીયા લોક તિહાં વસઈ રે લાલ, ચોરાસી બાજાર સુખ૦. ૬ ગિરુઓ. [૧૭] રાજ્ય કરઈ તિહાં રાજી રે લાલ, વૈરીસિંહ ભૂપાલ સુખ; સુરવીર નઈ સાહસી રે લોલ, જીવદયા પ્રતિપાલ સુખ૦. ૭ ગિરુઓ. [૧૮]
૧. જળાશય. ૨. બધા જ પ્રકારના. ૩. વૃક્ષની. ૪. આશ્ચર્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org