________________
મંગલકલશ રાસ
593
દૂહા
શ્રી વિજયપ્રભસૂરિંદનઈ, આદેસઈ ઉલાસ; સતર ત્રીસઈ વડનગરઈ, ચતુર રહિયા ચઉમાસ.
૧ [૬૫૯] આણંદપુર એ નગરથી, જોડવા માંડ્યો રાસ; સંપુરણ કીધો સીદ્ધપુરઇ, આણી હર્ષ ઉલાસ.
૨ [૬૬] ઢાલઃ - ૧૦, રાગ- ધવલ-ધન્યાસી. ગાયો ગાયો રે મેં પુણ્યવિલાસ જ ગાયો; દાન-સીયલ-તપ-ભાવ પસાઈ, મંગલકલશ સુખ પાયો રે. ૧ મે પુણ્ય [૬૬૧]. ઢાલ ચઉઆલીસ નિસુણે વચન રસાલ, દાનધર્મ દીપાયો; ભણઈ ગણઈ નિસુણે નર-નારી, તસ ઘરિ ઋદ્ધિ ભરાયો રે. ૨ મે પુણ્ય [૬૬૨] સસી સાગરનઈ દંત વત્સર, માધવ માસ કહિવાયો; દ્વિતિયા બુધ દિન સિદ્ધિ સંયોગિ, અનોપમ રાસ નિપાયો. ૩ મે પુણ્ય [૬૬૩. શ્રી વિજયદેવસૂરીસર પાટિ, કીરતિ સવ જગ જાય; શ્રી વિજયસિંહસૂરીશ્વર સાહિબ, દિન-દિન દોલત દાયો રે.૪ મે પુણ્ય [૬૬૪] તાસ સીસ સુંદર સોભાગી, વીરવિજય કવીરાયો; તાસ સીસ વૃદ્ધિવિજય બંધવ, વિબુધવિજય સુખ પાયો રે. ૫ મે પુણ્ય [૬૬૫] છાસઈ છાસઠ ગાથા કહિઈ, સર્વ સંખ્યા કઠિવાયો; જિહાં લગિ હુ સસી સાયર દિનકર, તિહાં લગિ એ થિર થાયો રે. ૬ મે પુણ્ય [૬૬૬] इति श्री मङ्गलकलशरासे राजप्राप्तअधिकारे खण्डः चतुर्थः।
इति श्री पुण्यविलासरासः संपूर्णः ।
૧. ટિઅહીં હસ્તપ્રતમાં ત્રિરાલીસ’ પાઠ છે. પરંતુ રાસની કુલ ઢાળો ૪૪ હોવાથી જે.ગુ.ક.નો મુદ્રિત પાઠ સ્વીકાર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org