________________
590
વિબુધવિજયજી કૃત
હીઃ
શ્રીદેવ્યા નઈ સોમચંદ્ર, વિલસઈ સુખ્ય સંસાર; ધરમ ધ્યાન કરઈ ઘણું, અસ્ત્રી અનઈ ભરતાર.
૧ [૬૩૭]. શ્રાદ્ધધર્મ સમાચર]ઇ, બારવ્રત ઉચાર; અરિહંતની પુજા કરઇ, આણી હર્ષ અપાર.
૨ [૬૩૮] અંતઈ અણસણ આદરી, પહોતા પઢમ સુરલોઈ; દંપતિ દોઈ એકઠા અતિ આણંદઈ સોઈ.”
૩ [૬૩૯] ઢાલ-૭, ગુજરાતિની માલિણ આવિ છઈ- એ દેસી.
સાધુ કહિ “સુણો રાય! રે, તિહાં પંચ પલોપમ આય રે; પઢમ સુરલોકથી ચાવીઓ રે, ધનદત્ત કુલે અવતરીઓ રે. ૧ [૬૪૦] સત્યભામા કુખિં જાય રે, ચંપાનો રાજ તે પાયો રે; ભાડિ જે ખરચું ધન રે, તિણિ પુણ્યઈ ભાડિ રસન્ન રે. ૨ [૪૧] પરણ્યા થે સુંદર સ્ત્રી રે, એ વાત મ જાણો કુડી રે; હતિં દેવલોકથી ચવી નારી રે, સુરસુંદર કુલ અવતારી રે. ૩ [૬૪] ગુણાવલી તે પટરાણી રે, તાસ કુખિં ઉપન્ની આ રાણી રે; જે કુડિ કલંક જ દીધું રે, એ આ ભવિ તે ફલ લીધું રે. ૪ [૬૪૩] તે દાન પુણ્યનઈ કીધો રે, તેહનું ફલ આ રાજ લીધો રે; શુભ-અશુભ જે વલી કીજઈ રે, પ્રતખ ફલ તેહના લીજઈ રે. પ [૬૪] એમ કલંકીત કામની હોઈ રે, ઈમ કલંક મ દેજ્યો કોઈ રે; ઈમ કુડિ કલંક ન દીજઈ રે, ઈણિપરિ ફલ પામીજઈ રે.” ૬ [૬૪૫] એહ ભવ મુનિવરઈ કહિયા રે, સુણિ રાજા મન બહિગહીયા રે; ચોથા ખંડની આઠમિ ઢાલ રે, વિબુધ ગુરુ વચન રસાલ રે. ૭ [૬૪૬]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org