________________
588
જ વિબુધવિજયજી કૃત
દૂહાઃ
રાજા પુછઈ સાધુનઈ, ‘ભાંજો મુજ મન ભ્રાંત; કલંકીત થઈ એ કામની, સ્યો તેહ કહઓ વિરતાત?” ૧ [૬૧૯]. ચ્ચાર જ્ઞાનઈ કરી સોભતા, આગમ અરથ અનેક; ગુરુ કહિ “રાજા! સાંભલો, મનમાં ધરી વિવેક.”
૨ [૬૨૦] ઢાલ - ૬, સાલભદ્ર ભોગી રે હોઈ- એ દેસી.
જંબૂદીપઈ જાણીઈ જી, શીતપ્રતિષ્ટ નામ; નગર નિમ્પમ સોભતો જી, જગમાં જેહની મામ રે.” ૧ [૬૨૧] રાજા સાંભલિ એ વિરતાંતિ, સુખદાયક સુખ કારણઇ જી; સુણજ્યો મ કરેસ ભ્રાંતિ રે. આંકણી.
૨ રાજા. [૬૨૨] ‘કુલપુત્ર તિહાં તું વસઈ જી, સોમચંદ્ર અભિધાન; શ્રીદેવ્યા તસ ભાર્યાજી, જાણે અમરી સમાન રે. ૩ રાજા. [૬૨૩] સીલવંત સુલક્ષણી જી, પિઉસ્ પ્રેમિ અપાર; ધન-ધાન્યઈ ગુણ ભરી જી, વિલસઈ ભોગ સંસાર રે. ૪ રાજા. [૬૨૪] સોમચંદ્ર કુલપુત્રનઈ જી, મીત્ર જિનદેવ નામ; ખાવું-પીવું એકઠું જી, સુખ્યતણો એ ઠામ રે. પ રાજા. [૬૨૫] પ્રેમ ભલો એ પુરષનો જી, દિન-દિન ચઢતઈ નેહ; સોમચંદ્ર જિનદેવનાં જી, એક જીવ દોઈ દેહ રે. ૬ રાજા. [૬૨૬] જિનદેવનઈ દેસાંતરિ જી, ચાલવું થયું રે જામ; દસસહસ્ત્ર સોનીઆ મીત્રનઈ, આપ્યા ખરચવા ઠામિ રે. ૭ રાજા. [૬૨૭] “સાતે ખેત્રે ખરચશે , કરજે ઉત્તમ કામ;” સીખામણ દેઈ મીત્રનઈ જી, ચાલ્યો વિદેસઈ ગામ રે. ૮ રાજા. [૬૨૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org