________________
મંગલકલશ રાસ આ
587
દૂહીંગુરુનાં વંદી ભાવસું, બેઠો રાજા જામ; અવસર જાણી સાધુઇ, દિઈ દેસના તે તામ.
૧ [૬૧] ઢાલ-૫, રાગ-કેદારો, સુણિ સુણિ પ્રાણી- એ દેસી. સુણિ સુણિ વાણી સમઝો પ્રાણી રે, ઉપદેશ દીઈ ભવિ હીત જાણી રે સુણિ; “ધન કારણ ધસમસ નવિ કીજઈ રે, ફૂડ-કપટ કરી પરધન નવિ લીજઈ રે સુણિ૦.૧ [૬૧૧]. કપટ કરી તું ધન કમાઈ રે, પોષેિ આપણા ભાંડરુ ભાઈ રે સુણિ; સાધારણ જે કરમ ઉપજાવિ રે, ભોગવતા કોઈ આડો નાવિ રે સુણિ૦. ૨ [૬૧૨] આ સંસારમાંહિ કૂડિ માતા રે, મ મ કરો માયા કારિમો તાતા રે સુણિ; કારમી આઈ કારિણી બાઈ રે, કારમો સંબંધ સવે સગાઈ રે સુણિ૦. ૩ [૬૧]. કારમા પુત્ર કારમી નારિ રે, કારમો મેલો સવિ પરિવારિ રે સુણિ; ધન-ધણ-સંપદા કૂડી માયા રે, કારમી ક્યું બપોરની છાયા રે સુણિ૦. ૪ [૬૧]. કારમો મલિઓ કુંટબનો મેલો રે, એકલો આયો જાએ એકલો રે સુણિ; રાગ-દ્વેષ નવિ કોનું કીજઈ રે, “સુમતારસમાં પ્રાણી રમીજઈ રે સુણિ૦. ૫ [૬૧૫]. મન-વચ-કાયા ઠોર કરીજઇ રે, અરીહંત ધ્યાન સદા ઘરીજઈ રે સુણિ; અંજલીજલ પરિ જીવત જાણી રે, ધરમ કરી જઈ દઢ ચિત આણી રે સુણિ૦. ૬ [૬૧૬]. દાન-દયા મનમાં રાખીજઈ રે, સત્ય વતન મુખ સદા ભાખીજઇ રે સુણિ૦; શ્રી જિનધરમ સદા આદરીઈ રે, મુગતિવધુ તે વહિલી વરીજઈ રે” સુણિ૦. ૭ [૬૧૭] ઈણિ પરિ દેસના દીધી સારી રે, હરખી પરષદ સહું નર-નારી રે સુણિ; ચોથા ખંડની પાંચમી ઢાલ રે, વિબુધવિજય ગુરુ વચન રસાલ રે સુણિ૦. ૮ [૬૧૮]
૧. સમતારસમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org