________________
મંગલકલશ રાસ
569
દૂહીઃ
સેઠતણઈ મંદિર જઈ, નામાંકીત જે થાય; દીઠી ભ્રાંતિ સવે ટલી, પામ્યા મંગલ-માલ.
૧ [૪૭૮] ઢાલ-૯, રાગ-ધન્યાસી, પ્યારો પ્યારો કરતી- એ દેશી.
અનુમતિ લહી મામા કેરી, પ્રીઉની કરઈ ભગતિ ભલેરી; આસ્યા હલી સઘલી મેરી, પ્રીઉડાનું પ્રેમિ પ્રેરી હો લાલ. ૧ [૪૭૯] પ્રીતમ પ્રાણથી પ્યારો, પઈ કરી દેવ અવતારો; મનમોહન મોહનગારો, એ તો જીવન પ્રાણ હમારે હો લાલ. ૨ પ્રીતમ [૪૮] કહિ નારી “તું મુઝ મલીલ, જિમ દુધમાં સાકર ભલીઓ; વિરહ વિયોગ દુખ ટલીઓ, મનવંછીત સુરત ફલીઓ હો લાલ. ૩ પ્રીતમ [૪૮૧]
જ્યુ માલતી મધુકર રસીઓ, તિમ એ પ્રીઉ મનમાં વસીઓ; માહરો રીદયકમલ વિકસીઓ, એ દીઠ ઓર ઉલસીઓ' હો લાલ.૪ પ્રીતમ [૪૮૨). મોડલ મંદિરમાંહિ રહતી, સંસારના સુખડા લહતી; પ્રીઉ-આણી તે શિર વહિતી, મનમાંહિ તે ગહ ગહિતી હો લાલ. ૫ પ્રીતમ [૪૮૩] પ્રીઉડાનિ ગાહ સુણાવિ, રાગઇ કરી ગીતા ગાવિ; કર પલ્લવી કરી સમઝાવી, ઈમ નિજ પ્રીઉનિ રીઝાવઈ હો લાલ. ૬ પ્રીતમ [૪૮૪] બેસઈ પ્રીઉનિ સંગઇ, કહી આવી બેસઈ સંગઈ; કદિ રમત કરશું મનરંગઈ, ઈમ ઉલટ ધરતી અંગઈ હો લાલ. ૭ પ્રીતમ [૪૮૫] કદિ કામ-વચન મુખ ભાખઇ, નાહલીયાસું નેહ દાખઈ; પ્રીતમનો પ્રીતરસ ચાખઈ, ઈમ નિજ પ્રીશુિં પ્રીત રાખઈ હો લાલ. ૮ પ્રીતમ [૪૮૬] કદિહીક લેઈ પોથી વાંચઇ, ઘુંઘટડો આઘો ખાંચઈ; સસનેહી સુંદરી સાંચઇનાકલીયાસું નેહ રાચઇ હો લાલ. ૯ પ્રીતમ [૪૮૭],
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org