________________
મંગલકલશ રાસ
565
દૂહા
આકાશવાણી જે થઈ, ચંપાઈ પરણ્યો નારિ; "ભાડિ ત્રીલોકસુંદરી, માંડી કહેલ અધિકાર.
૧ [૪૩૯]. કર મુકાવણ પંચ તુરી, આપ્યા તે કહી વાત; કુષ્ટીરોગ મંત્રી સુત, તે કહીઓ અવદાત.
૨ [૪૪૦] તે નારીઆ સારખી, દીસ નરનઈ વેસ; કોઈક કામિ સુંદરી, આઈ છઈ પરદેસ.”
૩ [૪૪૧]. રાજપુત્રી કહઈ, નફરનઈ, “ઝાલા એહનઈ આજ; અસત્ય કહઈ મુઝ આગલિ, કાંઈ રાખો છો લાજ?'. ૪ [૪૪૨] નીસાલીયા નાસી ગયા, પાઠક નાઠો તેહ; મારી તસ બીઈઈ સહું, લોક ઉખાણો એહ.
૫ [૪૪૩] નફરે ઝાલી કુમરનઈ, આણ્યો કુમરી પાસિ; વાત કહિવરાવી મનતણી, કુમરી થયો ઉલાસ.
૬ [૪૪]. મામો કહિ ભાંજેજીનઈ, પ્રગટ થયો તુઝ નાહ; પુરષવેસ મુંકી કરી, સુખ વિલસો ઉચ્છાહ.”
૭ [૪૫] જબ પ્રાઉડો પ્રગટ થયો, જાગ્યો મદન વિકાર; પ્રીઉડાનિ પ્રણમી કરી, કરય વિનતી સાર.
૮ [૪૪૬]. ઢાલ-૭, બેડલઈ ભાર મરુછુ રાજ, વાનાં કિમ કરો છો- એ દેસી.
“મુઝ ઊરિ ઉપરિ કુચ દો કસીયા મયમરા માતંગ; કર અંકુશ લગાવો વાહલમ!, વાધઈ ઉલટ અંગ. ૧ [૪૪૭]
યોવન જોર કરઈ છે રાજ, મોહલા વેગ પધારો. ૧. ભાડે. ૨. સેવકને. ૩. મહેલમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org