________________
560
વિબુધવિજયજી કૃત
દૂહા
કુમરી મનમાં ચિંતવઈ, “મુઝ પ્રીઉડો ઉજેણ; જિમતા જલ ઉજેણનો, સંભાર્યો તો તેણ. કાંઇક બુદ્ધિ હવઈ ચિંતવુ, પતિરું પુરષનો વેશ; ઉજેણી સીમાનદી, જાઉં માલવદેસ.”
૧ [૩૯].
૨ [૩૯૫]
ઢાલઃ-૫, રાગ- સવા લાખ સીંધુઓ, જિનજી! સુણીજઈ હા મુઝ મન વાતડીજી- એ દેશી.
અમ મન ચિંતઇ ત્રીલોકસુંદરી રે, આવી માતનઈ પાસિ; કિંકરની પરિ કર જોડી કહઈ રે, “સુણ મુઝ એ અરદાસ. ૧ [૩૯૬] માત! સુણજ્યો હો મુઝ મન વિનતી જી, મિનતઈ માગું એક; પુરુષવેશ આદેશ આપાવીઈ રે, મનમાં ધરીય વિવેક. ૨ માત. [૩૯૭] કહિ મામાનઈ મોરી માવડી જી, રાજાનઈ કરઈ અરદાસ; અનુમતિ જો મુઝનઈ દીઈ પીતા છે, તો મન પુરુ આસ. ૩ માતા [૩૯૮] માલવદેશ ઉજેણી જાયવું છે, જાણ્યું નગર મઝાર; "સોઝી લેસું પીઉતમ આપણો જી, મુઝ શિર કલંક ઉતારિ. ૪ માતo [૩૯૯] જે મન વલ્લભ હુંતી હું ઘણી જી, તે હું થઈ રે કુભાવિ; હવું બીજું કોઈ માગું હું નહીં જી, વેષ પુરષનો અપવિ.” પ માત. [૪૦] માતા સુણિયાં પુત્રી વયડલાં છે, તેડાવ્યો નિજ ભ્રાત; કામ કરો ભલો ભાણેજિનો જી, સાંભલો માહરી વાત. ૬ માતા [૪૧]
૧. શોધી. ૨. પ્રીતમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org